Abtak Media Google News

‘આપ’ની રેલીમાં રોકડ વિતરણના મુદ્દે અમરેલીમાં અંતે ગૂનો દાખલ

અમરેલીમાં લોકોને રોકડ રકમ કે અન્ય ચીજ અપાતી હોવાનો  અરવિંદ કેજરીવાલનો વિડીયો વાયરલ થયાનું  પ્રાથમિક તપાસમા તે વિડીયોમાં લોકોને કોઈ લાલચ અપાતી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફલિત થતું હોવાના આધારે પચ દ્વારા આચારસંહિતા ભંગનો ગુનો નોધાયો છે.

ચીફ ઓફિસર  હિતેષ પટેલે અજાણ્યા શખસો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જિલ્લામાં આચારસંહિતાના નોડેલ અધિકારી કમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા અમરેલીના વાયરલ થયેલા વિડીયો બાબતે કાર્યવાહી કરવા માટેનો આદેશ કરાયો હતો જેના પગલે તા. 21ના રોજ અમરેલીમાં અરવિદ કેજરીવાલની રેલી દરમિયાન અમરેલી શહેરના પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલા જાહેર રોડ પર અમુક લોકો ટોળા રુપે ભેગા થયા હતા અને તેના અમુક ઈસમો શાતિ રાખો. નિરાત રાખો. બધાને આપશે. લાઈન કરો એ મતલબનું બોલતા સંભાળાય છે તેના પરથી મતદારોને રોકડ રકમ કે અન્ય વસ્તુનું કોઈપણ પ્રલોભન આપવામાં આવી રહ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થતું હોવાથી અને આના કારણે આચારસહિતાનો ભગ થતો હોવાથી ગુનો દાખલ કરાવાયો છે.

આ મુદ્દે અમલીકરણ અધીકારી દ્વારા આમ આદમી પાર્ટીના હોદેદારોને પણ નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો હતો જેમાં તેમના દ્વારા આ રીતે કોઈ રકમ કે વસ્તુનું વિતરણ કરાયું ન હોવાનું અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રેલી અન્ય રુટ પર હતી અને આ સ્થળ તેનાથી અલગ હોવાથી તેની સાથે એમને કોઈ લેવાદેવા ન હોવાનો અને વિડીયોમાં કોઈ રોકડ રકમ દેખાતી ન હોવાનો ખૂલાસો કરાતા અધિકારી દ્વારા વિડીયોમાં પ્રથમ દ્રષ્ટિએ પ્રલોભન અપાયું હોવાનું ફલીત થતુ હોવાથી અને બધાને મળશે લાઈનમાં રહો એ વાક્યના આધારે અજાણ્યા શખસો સામે આચારસહિતાના ભંગનો ગુનો નોધાયો છે અને અમરેલી પોલીસ દ્વારા વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરુ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.