- આજે વિશ્વ વિગ દિવસ: વાળ છે ‘વિક’ તો પહેરો ‘વિગ’
આજના યુગમાં ટાલને કારણે લગ્ન ન થવાની સમસ્યા છે, ત્યારે ટાલીયાઓનો મુગટ વિગ બની છે: 16મી સદીમાં યુરોપિયન ઉમરાવોએ સિફલીસ જેવા રોગથી ખરતા વાળ માટે પ્રથમવાર વિગ અપનાવી હતી
ફ્રાન્સના રાજા લુઈસે વિગને લોકપ્રિય બનાવી હતી: પ્રાચિન વિગ ઘોડાના વાળ, બકરીના વાળ અને છોડના રેસામાંથી બનાવાતી હતી, ઈજિપ્તના લોકો ગરમ વાતાવરણનો સામનો કરવા પણ માનવ વાળને તાડના પાનના રેસા સાથે જોડતા હતા
આજકાળ વાળ ખરવાની સમસ્યા વકરી છે. લોકો તેના વાળ પ્રત્યે ખુબજ જાગૃત થયા છે, પણ વારસાગતને કારણે પણ યુવા વયે ટાલ પડવાથી ઘણી મુશ્કેલી સર્જે છે. આજે લગ્ન ન થવા પાછળ પણ ‘ટાલ’ને જવાબદાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે ટાલને લોકો મોટી ઉંમર સાથે સરખાવાની ભૂલ કરે છે. પ્રાચિન ઈજિપ્ત વાસીઓ મુંડાવેલા માથાને સુર્યથી બચાવવા અને ફેશન સ્ટેટમેન્ટ તરીકે વિગ પહેરતા હતા પુરૂષો અને સ્ત્રીઓ બંને સામાજીક દરજજો દર્શાવવા માટે વિગ પહેરતા હતા.
આજકાલ મોટી વયના ફિલ્મ સ્ટારોા, અભિનેત્રી કે પોતાના પાત્ર અનુસાર વિગ કે પેચનો ઉપયોગ કરે છે. ઘણી એવી પણ લોકવાયકા છે કે વિગ પહેરવાથી અસલ વાળ ખરવા લાગે છે. પણ યોગ્ય રીતે ફીટ કરેલ વિગ કુદરતી વાળને નુકશાન કરતા નથી આજે વિગ આવશ્યકતાનું પ્રતિક બની હવે ફેશન અને સ્વ-અભિવ્યકિત માટે અપનાવવામાં આવે છે. પ્રાચિન રોમમાં મુખ્યત્વે વિગ પહેરતી હતી, જેથી તેઓ વિવિધ પ્રદેશોની હેરસ્ટાઈલનું અનુકરણ કરી શકે, જે સંપતિ અને દરજજાનું પ્રતિક ગણાતું.
પ્રાચીન ચીનમાં વિગતનું ચલણ ઓછુ હતુ. કારણ કે ત્યાં વાળને ઓળખ અને વારસાનો, અભિન્ન ભાગ ગણતા હતા. જાપાનમાં પરંપરાગત કાબુકી થિયેટરના કલાકારો ‘કાત્સુરા’નામની વિસ્તૃત વિગ પહેરે છે. ઈગ્લેન્ડમાં વકિલો આજે પણ પરંપરાને અનુસરીને કોર્ટમાં પાવડર વિગત પહેરે છે. 17મી સદીથી ચાલકો આ રિવાજ કાયદાની ગંભીરતાનું પ્રતિક છે.
કેન્સર ટ્રીટમેન્ટ કે કેમોથેરાપી ને કારણે વાળ સાવ ખરી જાય ત્યારે આજે સ્ત્રી કે પુરૂષ વિંગ પહેરે છે. સ્ત્રીઓપણ માનસીક સધિયારા માટે આ વિગ પહેરતા આકર્ષણ લુક આવવાથી આનંદીત જોવા મળે છે. આજે ચાલુ અને ભારે એમ બે પ્રકારની વિગ કે પેચ મળતા થયા છે, તમારી માપ સાઈઝ મુજબ કુદરતી વાળ સાથે શ્રેષ્ઠ રીતે મેચ કરીને ચોકકસ ટેકનીકથી ફિકસ કરી દેવાયા બાદ કોઈને ખબર પણ ન પડે એવી શ્રેષ્ઠ હેરસ્ટાઈલ થઈ જાય છે. ફિલ્મ સ્ટારો, અભિનેત્રીઓ લાખો રૂપીયાની કિંમતની વિગત પહેરે છે.
ટાલ પડવાનું સૌથી સામાન્ય કારણ જીનેટીક એટલે કે એન્ડ્રોજેનટિક એલોપેસીયા છે. ધ્રુમપાનને કારણે પણ વાળ ખરવાની ઘટનાઓ વધી છે. સ્ત્રી કરતા પુરૂષોમાં વધુ ટાલ પડવાનું જોવા મળે છે, આજે કોઈ વાળમાં તેલ નાંખતા નથી, શેમ્પુ કન્ડિનસરનો આડેધડ ઉપયોગ, સીલ્કીવાળથી તેને ખરવાનું પ્રમાણ વધી જતા ટાલ પડે છે. વાળ આપણી ઓલ ઓવર પર્સનાલિટી વધારે છે. તેના ખરવા પાછળ જીનેટિકસ, હોર્મોનલ પેર્ટન, ખરાબ આહાર, હેરકેર પ્રોડકટસનું વધુ પ્રમાણમાં ઉપયાગે જેવા કારણો હોય છે.
ખરતા વાળ અટકાવવા માટે તમારા વાળને કડક રીતે બાંધશો નહીં, વાળની સંભાળલો, ઘરેલું ઉપચાર અસરકારક, મધ અને ઓલિવ ઓઈલથી માલિશ કરો. આજે લાકેોને ટકલા થવાનો ડર લાગી રહ્યો છે. પોષક તત્વોની અછતને કારણે વાળ ખરતા હોવાથી વિટામીન વાળો ભરપૂર આહાર લો જરૂરી છે. આપણાં ફિલ્મીસ્ટારો અમિતાભ, અજય દેવગન, સંજયદત્ત, અક્ષયકુમાર, સલમાન, રણવીરકપૂર જેવા પણ વિગ અને પેચ પહેરે છે.મોટા સેલીબ્રિટી હેરપેચ, સિસ્ટમ અને હેરટોપરનો ઉપયોગ કરે છે.
હાલ ઓસ્ટ્રેલિયન મિરાજ, પીયુ ડાયમન્ડ મિરાજ, પીયુફ્રંટ મોનોફિલામીટ જેવા ઘણા પેચ ચલણમાં છે, જેની 7500 રૂ. કિંમત શરૂ થાય છે. ભારતમાં મોનોતફિલામીટ વર્જન વધુ ચાલે છે. યુકેમાં પોલીફલેશ વધુ ચાલે છે. મોનોફિલામીટ 5 હજારથી શરૂ કરીને 35 હજાર સુધી આવે છે. પોલીફલેશ 25 હજારથી એક લાખ સુધી આવે છે. 1985માં ટાલને લઈને યુએસની વલકેર ટેપ લોન્ચ કરી હતી. જે આપણી ત્વચાને નુકશાન કરતી નથી ઘણા લોકો પીન વાળી વિગ પણ પહેરે છે, જે રાત્રે કાઢી શકાય છે. વિગ માટે ઘણી સ્પેશિયલ પ્રોડકટસ બજારમાં ઉપલબ્ધ છે. ટેપથી ચોટાડેલ વિગ સાથે તમે સ્નાન પણ કરી શકો છો. સારી કવોલીટીના પેચ કે વિગમાં તમને ખંજવાળ કે સુવામાં તકલીફ પણ થતી નથી ઘણા લોકો, સેલિબ્રિટીકે ફિલ્મી સ્ટારો વર્ષોથી વિગનો ઉપયોગ કરે છે.
હેરસ્ટાઈલને કારણે પણ ખરે છે વાળ !
આપણા ચહેરાની સુંદરતામાં વાળની સ્ટાઈલ વધારો કરે છે, પણ અમુક પ્રકારની હેરસ્ટાઈલથી વાળ ખરે છે. દરરોજ શેમ્પુથી વાળ ધોવાને કારણે કે કન્ડિશનર કરવાથી પણ વાળ ખરે છે. સામાન્ય દિવસોમાં એવરેજ 50 થી 100 વાળ ખરવા સામાન્ય છે, પણ એથી વધારે ખરતા હોય તો સારવાર કરવી જરૂરી છે.
યુવાનીમા પડેલી ટાલ લગ્ન ન થવાનું મુખ્ય કારણ
આજકાલ વાળ પ્રત્યેની થોડી જાગૃતિ, માવજત અને નિયમિત જીવન શૈલીને કારણે આ સમસ્યા નિવારી શકાય છે. યુવાનીમાં પડેલી ટાલ લગ્ન ન થવાનું મુખ્ય કારણ બની ગયું છે. વાતાવરણ અને પ્રદુષણ પણ વાળ ખરવા કે ટાલ પડવાનું કારણ ઉપરાંત વારસાગત પણ વહેલી ટાલ પડતી હોવાનું જણાયું છે.