Abtak Media Google News

અબતક,રાજકોટ

મિત્ર એવો હોય કે જે ઢાલ સરીખો હોય, દુ:ખમાં આગળ હોય અને સુમાં પાછળ. આવા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુખ-દુ:ખના સાથી અને ઢાલ સરીખા મિત્રોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે અબતક મિડિયાએ એકત્રીત કરી મુખ્યમંત્રી સાથેના તેમના મિત્રોના સંભારણા અને યાદો તાજી કરી હતી વર્ષ 1975માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવાવસ્થામાં એક ગ્રુપની સ્થાપના કરી જે ગ્રુપનું નામ રાખ્યું હતુ ડર્ટીડઝન ગ્રુપએ સાથે ગેલેકસી ટોકીઝમાં એક ફિલ્મ આવી હતી તે ફિલ્મનું નામ ડર્ટીડઝન હતુ વષ 1975થી આજ દિવસ સુધી આ ગ્રુપ સાથે વિજયભાઈ રૂપાણીની મિત્રતા અકબંધ છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના મિત્રોની પડખે ઢાલ બનીને ઉભા રહ્યા છે. અબતક મિડિયાએ તમામ મિત્રોને એક તાંતણે બાંધીને તેમની સાથેના સંભારણા કેમેરામાં રેકોર્ડ કરી એક અલભ્ય યાદી રૂપે લોકો સમક્ષ મૂકયા છે. ડર્ટીડઝન ગ્રુપમાંથી ખિલેલુ કમળ આજે ગુજરાત અને દેશભરમાં મહેક પ્રસરાવી રહ્યું છે. એ મધમધતુ કમળ એટલે વિજયભાઈ રૂપાણી ડર્ટીડઝન ગ્રુપના તમામ મેમ્બર્સને આજે એ વાતનું ગર્વ છે કે તેમના ગ્રુપના સદસ્ય આજે ગુજરાતનું મુખ્યમંત્રી પદ શોભાવી રહ્યા છે.

 

મુખ્યમંત્રીને કોમન મેનનું બિરુદ એ જ

મારા માટે ગર્વની વાત: નિતીન ભારદ્વાજ

Vlcsnap 2021 08 02 13H51M25S438

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ગર્વ થાય છે કે, વિજયભાઈ રૂપાણીને ગુજરાતની જનતા એક કોમન મેન તરીકે જુવે છે. મારા મોટાભાઈ સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને અમારા વિજયભાઈ રૂપાણી સાથે પારિવારીક સંબંધો છે. હંમેશા લોકોનું હિત ઈચ્છવું તે વિજયભાઈનો સ્વભાવ છે. સામાન્ય વ્યક્તિ પણ વિજયભાઈને રૂબરૂ ઝડપથી મળી શકે તેવી તેમની કામગીરી છે. રાજકોટનું ઋણ વિજયભાઈએ ચૂકવ્યું છે. રાજકોટને અનેક નેશનલ પ્રોજેકટ વિજયભાઈએ આપ્યા છે. હંમેશા ગુજરાતમાં અન્ય શહેરોની સાથે રાજકોટનું તેઓ હિત ઈચ્છે છે. ભવિષ્યમાં પણ નેશનલ લેવલના પ્રોજેકટ રાજકોટને વિજયભાઈ આપશે અને રાજકોટ વિકાસની હરણફાળ અવિતર ભરશે.

અમારા પ્રોફેસરે જયોતિષવિદ્યાના બળે કહ્યું હતુ કે વિજયતું મોટો માણસ બનીશ: રાજેન્દ્રસિંહ જાડેજા

Vlcsnap 2021 08 02 Jpg

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નાનપણના મિત્ર રાજેન્દ્રસિંહ જાડેજાએ વિજયભાઈના જન્મદિવસે અબતક મિડિયા સમક્ષ ખાસ સ્મરણો વાગોળતા જણાવ્યું હતુ કે, વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજમાં જી.એસ. હતા ત્યારે હું ધર્મેન્દ્રસિંહ લો કોલેજનો જી.એસ. હતો વિદ્યાર્થીકાળથી જ વિજયભાઈમાં અદમય ઉત્સાહ છે. હું વિજયભાઈને નજીકથી ઓળખું છું તેનો આત્મ દેશભકિતથી રંગાયેલો આત્મા છે. દર મકરસંક્રાંતિ નિમિતે અમે બધા અમારી ત્રીજી પેઢીની સાથે મુખ્યમંત્રીને મળી ઉત્સવની ઉજવણી કરીએ છીએ. એક વખત અમારા પ્રોફેસરે પોતાના જયોતિવિદ્યાના બળે તેવું કહેલું કે વિજયતું દુનિયાનો સૌથી મોટો માણસ બનીશ. અને આજે તે યર્થાથ થયું છે. વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં એક કોમનમેન તરીકેનું તેમનું જીવન છે.

અમે જયારે સાથે હોઈ ત્યારે એક

સાઈકલ પર ફરતા: હરીશભાઈ શાહ

Screenshot 20210802 145656 01

45 વર્ષ જૂના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મિત્ર હરીશભાઈ શાહએ મુખ્યમંત્રી સાથેના પ્રસંગોને યાદ કરતા જણાવ્યું હતુ કે નાનપણથી જ આર.એસ.એસ. વિદ્યાર્થી પરિષદ અને જનસંઘમાં સાથે કામ કરીચૂકયા છીએ વિજયભાઈ હંમેશા કોમનમેન રહ્યા છે. હંમેશા મિત્રો, સગા સંબંધીઓનું ધ્યાન રાખ્યું છે. અમે જયારે સાથે હોઈ ત્યારે એક સાઈકલ પર ફરતા ભગવાન હંમેશા વિજયભાઈનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે. જો તેઓ તંદુરસ્ત હશે તો ગુજરાતની સેવા અવિરત કરી શકશે. મારૂ આખુ ફેમેલી કોરોનાથી સંક્રમિત થયું ત્યારે વિજયભાઈને જાણ થતા વિજયભાઈ અને અંજલીભાભીએ ડોકટરોની ટીમ અમારા સ્વાસ્થ્યના ચેકીંગ માટે ઘરે મોકલી તે દિવસ મને કયારેય નહી ભૂલાય પૂજત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અગણીત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

વિજયભાઈએ જીંદગીમાં ખૂબજ સંઘર્ષ કરેલ છે: જયોતિન્દ્ર મામા

Screenshot 2021 08 02 14 31 11 74

વિજયભાઈના નાનપણના મિત્ર જયોતિન્દ્રભાઈ મહેતા મામાના હુલામણા નામથી જાણીતા છે. જયોતિન્દ્ર મામાએ અબતક સાથે વિજયભાઈના સ્મરણો વાગોળતા જણાવ્યું હતુ કે કામ કરવાની ધગશ લોકહિત માટે સેવા કરવાની તમન્ના તેઓ પહેલેથી જ ધરાવે છે. આ બધા સદ્ગુણો તેમના સ્વભાવમાં છે જ. નવનિર્માણની લડત હોય કે કોંગ્રેસ સામેની લડત હોય વિજયભાઈ ડગલેને પગલે અડીખમ હિત માટે લડ્યા છે. વિજયભાઈએ તેમના જીવનમાં ખૂબજ સંઘર્ષ કરેલા છે. અમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેઓ મુખ્યમંત્રી બનશે. હંમેશા લોકોના હિત માટે લડાઈ લડતા રહ્યા છે. વિજયભાઈ અમારામિત્ર હતા, મિત્ર છે અને મિત્ર રહેવાના અને તેના કરતા તેઓ સારા નાગરીક છે સારૂ વ્યકિતત્વ ધરાવે છે પ્રમાણિક, નિષ્ઠાવાન, મૂલ્યવાન વ્યકિત છે.

ઈઝરાયલ ટૂર સમયે મુખ્યમંત્રીશ્રીએ પોતાની કારમાંથી ઉતરી અમારી

સાથે બસમાં સફર કરી: મનોજ અગ્રવાલ (પોલીસ કમિશનર)

01રાજકોટ શહેરના પોલીસ કમિશનર સમગ્ર ગુજરાતમાં ટેકનો સેવી પોલીસ કમિશનર તરીકેની આગવી ઓળખ ધરાવે છે. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે ‘અબતક’ સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલેએક ખાસ યાદગાર પ્રસંગ જણાવ્યો હતો.

ઈઝરાયલ ટૂર સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તેમની સાથે લઈ ગયા હતા. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઈઝરાયલની સફર સમયે મુખ્યમંત્રી અત્યાધુનિક કારમાં સફર કરી રહ્યાં હતા અને અમે તમામ અધિકારીઓ એક બસમાં સફર કરી રહ્યાં હતા. મુખ્યમંત્રી થોડી જ વારમાં અમારી બસમાં આવી ગયા અને અમારી સાથે દોઢ કલાક બસમાં જ સફર કરી અને મુખ્યમંત્રી અમારી સાથે અંતાક્ષરી પણ રમ્યા. એ સમયે મુખ્યમંત્રીના ઉમદા વ્યક્તિત્વ અને સ્વભાવનો મને અનુભવ થયો. મને ગર્વ થયો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન વિજયભાઈ રૂપાણી જેવા સક્ષમ અને ઉમદા વ્યક્તિના હાથમાં છે. ઈઝરાયલની સફર મને હંમેશા યાદગાર રહેશે.

વિજયભાઈની શપથવિધિ સમયે તેમના માટે ગીત ગાયું તે જીંદગીભર યાદગાર: શૈલેષ વ્યાસ

Dsc 6880

વિજયભાઈ રૂપાણીના ડર્ટીડઝન ગ્રુપના મેમ્બર અને યુવાનીકાળના મિત્ર શૈલેષભાઈ વ્યાસએ વિજયભાઈ સાથેના સ્મરણો વાગોળતા જણાવ્યું હતુ કે જયારે વિજયભાઈની શપથવિધિ હતી, ત્યારે મને આગલી રાત્રે ફોન આવેલો અને એક રાતમાં મેં ગીત તૈયાર કરીને વિજયભાઈ માટે ગાયેલું આ તક મને માત્ર મારા મિત્ર વિજયભાઈના કારણે મને મળી જે મને જીંદગીભર યાદગાર બની રહી છે.

કૃષ્ણ-સુદામા જેવી અમારી મિત્રતા: પ્રવિણ આચાર્ય

Dsc 6909વિજયભાઈ રૂપાણીના અંગત મિત્ર પ્રવિણ આચાર્યએ અબતક મિડિયાને જણાવ્યું હતુ કે મારી અને વિજયભાઈની મિત્રતા કૃષ્ણ અને સુદામા જેવી છે જયારે મારી પત્નીના હૃદયનું ઓપરેશન કરવાનું હતુ ત્યારે વિજયભાઈ અને અંજલીભાભીએ ખૂબજ કાળજી લીધી એ દિવસ હું જીંદગીમાં કયારેય નહી ભૂલું માયાળુ માનવી વિજયભાઈને જન્મદિવસની અંતરથી શુભકામના પાઠવું છું.

નાના માણસોના મસિહા એટલે વિજય રૂપાણી: હરિશચંદ્રસિંહ જાડેજા

Dsc 6910

વિજયભાઈ રૂપાણીના મિત્ર હરિશચંદ્રસિંહ જાડેજાએ ‘અબતક’ મીડિયાને જણાવ્યું હતું કે, સંપૂર્ણ દેશદાઝ જો કોઈ પાસેથી શિખવી હોય તો એ છે વિજય રૂપાણી. નાના માણસોના મસિહા એટલે વિજયભાઈ. બધાજ મિત્રોને સાથે રાખીને તમામ વ્યક્તિઓની સેવા માટે હંમેશા વિજયભાઈ તત્પર રહે છે. અમારા ગ્રુપમાં પણ કોઈ વ્યક્તિને કે પરિવારમાં કાંઈ પણ કોરોનાના કેસ હોય કે પછી અંગત બાબત હોય હંમેશા તે અમારી પડખે પડછાયાની જેમ મદદે રહે છે. આજના દિવસે હું ભગવાનને પ્રાથના કરૂ છું કે, અમારા ગ્રુપના તમામ મિત્રોનું આયુષ્ય વિજયભાઈને મળે.

ખુબ ઉમદા વ્યક્તિત્વ એટલે વિજય રૂપાણી: વિક્રમ પાઠક

Dsc 6917

વિજયભાઈના મિત્ર વિક્રમ પાઠકે જણાવ્યું હતું કે, ખુબજ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. હંમેશા બીજાની મદદ કેમ થાય તેમજ જલ્દીથી લોકોને કઈ રીતે ન્યાય મળે તે માટે થઈ વિજયભાઈ હંમેશા તત્પર હોય છે. અમારી શુભકામના માત્ર આજ પૂરતી નહીં પરંતુ કાયમી તેમની સાથે છે અને રહેશે.

 

મારા અને વિજયભાઈ બંનેના વાળ લાંબા હતા ટોળાએ માર્યો મને: મનસુખ જસદણવાલા

Dsc 69વિજયભાઈના નાનપણના મિત્ર મનસુખ જસદણવાલા એ વિજયભાઈ સાથેનો તેમનો યાદગાર અને રમૂજી પ્રસંગ જણાવતા કહ્યું હતુ કે વિજયભાઈનો નાતો ખૂબજ ગહન છે. અમે ક્રિકેટ રમતા મોટાભાગે કલાસ અટેન્ડ કરતા નહી પ્રેકટિસ કુંડલીયા કોલેજની સામે આર.કે.સીના ગ્રાઉન્ડમાં થતી ક્રિકેટ રમીને અમે બેઠા હતા. ત્યાં કુંડલીયા કોલેજમાંથી થોડા માણસો આવ્યા અને મને મારવા માંડયા થોડીવારમાં મને મારીને ચાલ્યા ગયા અને બાદમાં એજ બધા લોકો ફરીથી ત્યાં આવ્યા અને મારી પાસે માફી માંગીને કહ્યું અમે વિજયભાઈને શોધતા હતા. તેના અને તમારા બંનેના વાળ લાંબા છે. આવા અનેક પ્રસંગો છે. જે જણાવવા બેસીએ તો દિવસો ટૂંકા પડે. આજે મારા મિત્ર વિજયભાઈ રૂપાણીનો જન્મ દિવસ છે હું ઈશ્ર્વરને પ્રાર્થના કરીશ કે વિજયભાઈને ખૂબજ યશસ્વી અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે.

 

વિજયભાઈ જેલમાં હતા ત્યારે હું રોજ પોસ્ટકાર્ડ લખતો: મુકેશભાઈ

Dsc 6878

ડર્ટી ડઝન ગ્રુપની સ્થાપના થઈ ત્યારથી એક પ્રમુખ ફીકસ કરવામાં આવ્યા અને તે પ્રમુખ છે મુકેશભાઈ મિત્ર વિજયભાઈના જન્મદિવસે મુકેશભાઈએ જણાવ્યું હતુ કે અમે રાત્રે વાંચતા હતા. અને પોલીસ વિજયભાઈની ધરપકડ કરવા આવી ત્યારે મેં વિજયભાઈને ચાદર નીચે સંતાડી દીધા હતા. તે સમયે પરમાર સાહેબ નામના અધિકારી તેમની ધરપકડ કરવા આવ્યા હતા છતા પણ તેણે ચાદર હટાવીને વિજયભાઈ પકડયા વિજયભાઈ જેલમાં હતો ત્યારે તેને દરરોજ પોસ્ટકાર્ડ લખતો જેલર સિકકો મારીને એ પોસ્ટકાર્ડ અંદર મોકલતા જેલર દર વખતે વિજયભાઈને પૂછતા કે આ પોસ્ટકાર્ડ લખવાવાળો છે કોણ અને શું લખે છે. ત્યારે વિજયભાઈ જેલરને એમ કહેતા કે આ મારો મિત્ર છે અને મારા ખબર અંતર પુછે છે અને રાજકોટના સમાચાર મને કહે છે બીજુ કાંઈ પોસ્ટકાર્ડમાં લખતા નથી. આ પ્રસંગ મને કયારેય નહી ભૂલાય. આજે જયારે મારા મીત્ર મુખ્યમંત્રી છે ત્યારે મને ગર્વ થાય કે ગુજરાતનું સુકાન એક સક્ષમ વ્યકિતના હાથમાં છે.

વિજયભાઈના કાર્યકાળમાં અગણીત વિકાસ કાર્યો થયા: નરેન્દ્ર દેસાઈ

Dsc 6904

નરેન્દ્રભાઈ દેસાઈએ વિજયભાઈ સાથેનો પ્રસંગ યાદ કરીને જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમાંથી અનેક વ્યકિતઓ ખૂબ મોટા પદ પર ગયા પરંતુ માત્ર વિજયભાઈ રૂપાણીએ રાજકોટનું હિત હંમેશા વિચાર્યું અત્યારે નજર સમક્ષ જીવતું જાગતું ઉદાહરણ છે. રાજકોટને એઈમ્સ મળી, નવું એરપોર્ટ મળ્યું, પાંચથી વધારે બ્રિજો રાજકોટમાં તૈયાર થઈ રહ્યા છે. અનેકવિધ વિકાસ કાર્યો વિજયભાઈના નેજા હેઠળ થઈ રહ્યા છે. મારી અનેકગણી વિજયભાઈને શુભકામના છે.

તમામ સુખ-સમૃધ્ધી વિજયભાઈને મળે, માતાજી સદેવ નિરોગી રાખે: વિક્રમસિંહ જાડેજા

Dsc 6916

વિજયભાઈના મિત્ર વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ વિશે પ્રસંગો કહેવા રહીશ તો દિવસો ટૂંકા પડશે. પરંતુ આજના દિવસે માત્ર એટલું જ કહીશ કે માતાજી મારા મિત્ર વિજયભાઈને અપાર શક્તિ આપે અને તમામ સુખ સમૃધ્ધી આપી સદેવ તેમને નિરોગી રાખે.

દિવ્યાંગ નર્સ વિજયભાઈને મળી ચોથે દિવસે તેની રજૂઆત મુજબ ન્યાય મળી ગયો: પ્રદિપભાઈપાઠક

Dsc 6906

વિજયભાઈ રૂપાણીના મિત્ર પ્રદિપ પાઠકએ અબતક મિડિયા સાથે વાતચિતમાં જણાવ્યું હતુ કે સીએમ થયાં પહેલા વિજયભાઈ પ્રમુખ હતા. મોરબીમાં એક દિવ્યાંગ નર્સ હતા જેને એક પગ નહતો. બહેન દરરોજ રાજકોટથી મોરબી બસમાં અપડાઉન કરતા હતા માનવતા ખાતર હું તે બહેનને વિજયભાઈ પાસે લઈ ગયો વિજયભાઈએ કહ્યું મને અરજી આપી દયો ચોથે દિવસે તે બહેન રાજકોટ જનાના હોસ્પિટલમાં નોકરીએ હતા આવા તો અનેક માનવતા ભર્યા કાર્યોના વિજયભાઈના ઉદાહરણો છે.

 

સદેવ વિજયભાઈ નિરોગી રહે એ જ મહાદેવને પ્રાર્થના: યોગેશ રાજ્યગુરુ

Dsc 6918

‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં વિજયભાઈના મિત્ર યોગેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, ‘અબતક’ ટીમે વિજયભાઈના જન્મદિને ડર્ટી ડઝન ગ્રુપને એકત્રીત કરી વિજયભાઈ સાથેના પ્રસંગો રજૂ કરવાનો વિચાર ર્ક્યો એ બદલ હું ‘અબતક’ મીડિયાને અભિનંદન પાઠવું છું, સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા જે પ્રકારે કોરોના મહામારીમાં સરાહનીય કામગીરી કરી એ જ પ્રકારે ભવિષ્યમાં પણ સમગ્ર ગુજરાતમાં કોઈપણ કટોકટી

સમયે અડીખમ લોકોની મદદે વિજયભાઈ ઉભા રહે અને મહાદેવ હંમેશા તેમનું આરોગ્ય નિરોગી રાખે તેવી જ પ્રાર્થના સાથે તેમને જન્મદિવસની શુભકામના હું પાઠવું છું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.