Abtak Media Google News
જે બંજાર જમીનમાં બાગાયત ખેતી કરવા ઈચ્છતા હોય તો તેઓને સરકારનું આહવાન
આ યોજનાનો લાભ લેવા માટે જે 4 હજાર અરજીઓ આવેલી છે તેનો ઝડપી નિકાલ કરવામાં આવશે

અબતક, ગાંધીનગર

સમગ્ર રાજ્યમાં બંજર જમીનોની સંખ્યા ખૂબ મોટી છે, ત્યારે તેને ઝડપભેર વિકસિત કરવા માટે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક નવીનતમ યોજના અમલી બનાવવામાં આવી હતી જેમાં તેઓએ પાંચ જિલ્લાઓ ની પસંદગી કરી જમીનમાં બાગાયત ખેતી કરવા માટે ની યોજના બનાવવામાં આવી હતી અને આ જગ્યા  30 વર્ષના ભાડા પટ્ટા પર આપવામાં આવશે.

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે કે જે સરકારી અથવા તો જે બંજર જગ્યાઓ છે તેને ઝડપથી વિકસાવવા માટે બગાયત ખેતી માટે ઉપયોગમાં લેવાશે અને આ અંગે રૂપાણી સરકાર વખતે જે ચાર હજારથી વધુજે અરજીઓ આવેલી છે તેનો નિકાલ પણ કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના પાંચ જિલ્લામાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી ખેતી માટે ભાડાપટ્ટા પર આપવાની યોજના જાહેર કરી હતી. નાણાંમંત્રી નીતિન પટેલે આ યોજના માટે 100 કરોડનું બજેટ પણ ફાળવી દીધું હતું, પરંતુ હવે નવી સરકારે આ યોજનાને અભરાઇએ ચડાવી દીધી છે.

આ યોજના હેઠળ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી પડતર બિન ઉપજાઉ એવી કુલ 50 હજાર એકર જમીનને 30 વર્ષના ભાડ પટ્ટે આપવા નિર્ણય કર્યો હતો. જેમાં બિનખેડૂત વ્યક્તિ કે કોર્પોરેટ કંપની 125થી માંડીને 1000 એકર સુધીની મર્યાદામાં લઇ શકે અને તે જમીનને જે તે લીઝ ધારક પોતાની રીતે બાગાયતી પાકો માટે તૈયાર કરે. સરકાર આવી જમીનોમાં રસ્તા, પાણી અને વીજળી કનેક્શન માટે ખર્ચ ભોગવવાની હતી.  અત્યારસુધીમાં સરકારને આ યોજના માટે કુલ 4 હજાર અરજી મળી છે. આ અંગે કૃષિમંત્રીએ કહ્યું કે આ યોજના સરકારની વિચારણામાં છે અરજીઓની ચકાસણી કરી તે અંગે નિર્ણય લેવાશે.જો કે સરકારના સૂત્રો કહે છે કે જે તે વખતે જાહેરાત થઇ તે પછી આ યોજના હેઠળ સ્થાપિત હિત ધરાવતાં લોકોની અરજી મોટાપાયે આવી હતી. આ કિસ્સામાં નવી સરકારને આ અરજીઓ પાછળનો ઇરાદો શંકાસ્પદ જણાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.