વિદાય હંમેશા વેદના અને સંવેદનાની સ્પર્શના કરાવતી હોય છે, એમાં પણ અચાનક અને અણધારી આકસ્મિક વિદાય તો અકલ્પનીય અને અકથ્ય હોય છે.
વિજયભાઇ રૂપાણી એટલે એક એવું વ્યક્તિત્વ જેમની નિ:સ્વાર્થ સેવા, જીવદયા, પ્રેમ, દેશભક્તિ જેવા શ્રેષ્ઠ સદગુણો એમને ગુજરાત રાજ્યની દરેક વ્યક્તિ સાથે જોડે છે, એમને એમના જીવનને દેશની સેવા અને સમાજના દરેક વર્ગના લોકો માટે સમર્પિત કર્યું હતું એટલે એમની વિદાય સહુ માટે આઘાતનું કારણ બની શકે તે સ્વાભાવિકપણે સમજી શકાય છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રત્યે આત્મિયતા ધરાવતા વિજયભાઇ રૂપાણી તેઓના દરેક અવસરે ભક્તિભાવે ઉપસ્થિત રહ્યા છે.
એમનો આત્મા પરમ શાંતિને પ્રાપ્ત કરે, શાશ્વત સમાધિને પ્રાપ્ત કરે એ જ અંતરથી ભાવાંજલિ.