રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ બેંક દ્વારા દિવંગતોને શ્રધ્ધાજંલી અર્પણ
અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના ભુતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મુસાફરોના તથા મેડીકલ કોલેજના બિલ્ડીંગમાં રહેતા ડોક્ટરોના આકસ્મીક અવસાન થયેલ છે. જે દુ:ખદ ઘટનામાં અવસાન પામેલ દિવંગતોને શ્રધ્ધાંજલી આપવા તથા દિવંગતોના પરિવાર ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવા ઈશ્ર્વર શક્તિ આપે તે માટે શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના ચેરમેને અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, બેંકના મેનેજીંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ખાટરીયા, બેંકના તમામ ડિરેક્ટરો, બેંકના જનરલ મેનેજર/સી.ઈ.ઓ વી. એમ. સખીયા તથા બેંકના તમામ સ્ટાફ દ્વારા બેંકની મુખ્ય કચેરી ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ અને દિવંગત આત્માઓને ઇશ્ર્વર શાંતિ અર્પે તેમજ તેમના પરિવાર ઉપર આવી પડેલ આફતને સહન કરવાની ઈશ્ર્વર શક્તિ આપે તેવી ઈશ્ર્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.
વિમાન દુર્ઘટનાના તમામ હતભાગી આત્માઓને શ્રધ્ધાંજલી પાઠવતું જિલ્લા ભાજપ
વિમાન ક્રેશ કાળજા કંપાવનારી ગમખ્વાર દુર્ઘટનામાં હતભાગી દિવંગતો જેમાં ગુજરાતના પનોતા પુત્ર અને રાજકોટના હૃદયસમ્રાટ એવા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયેલ છે, ત્યારે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર રાજકોટમાં શોકનું મોજી પ્રસરી ગયું છે. આ દુ:ખદ અને હૃદયદ્રાવક ઘટના અંગે દુ:ખ સાથે આઘાતની લાગણીથી રાજકોટ જીલ્લા ભાજપ ખુબ જ વ્યથિત છે. આ પાર્થિવદેહોના આત્માને રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી ઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, જીલ્લા ઉપપ્રમુખઓ ખોડાભાઈ ખસીયા, ગોવિંદભાઈ રાણપરીયા, પ્રફુલભાઈ ટોળીયા, રાજુભાઈ ધારૈયા, જયેશભાઈ ત્રિવેદી, રીનાબેન ભોજાણી, રમાબેન મકવાણા, બિંદીયાબેન મકવાણા, જીલ્લા મંત્રીઓ વલ્લભભાઈ શેખલીયા, મનોજભાઈ રાઠોડ, વલ્લભભાઈ ઝાપડિયા, રાજુભાઈ સાવલિયા, જસ્મીનભાઈ પીપળીયા, સીમાબેન જોશી, વંદનાબેન ફિચડીયા, વિશાલભાઈ ફાગલીયા, જીલ્લા કોષાધ્યક્ષ મનીષાબેન ગોવાણી, મંડલ પ્રભારીઓ જયસુખભાઈ ઠેસિયા, અમિતભાઈ પડાળીયા, ગૌતમભાઈ કાનગડ, જયેશભાઈ બોઘરા, દિનેશભાઈ અમૃતિયા, સતીશભાઈ ભીમજીયાણી, નરેન્દ્રસિંહ જાડેજા(રા.લો.), ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, શૈલેશભાઈ અજાણી, જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજુભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જપ્રકાશભાઈ સોલંકી, જીલ્લા કાર્યાલય મંત્રીઅલ્પેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ સાતા, કિશોરભાઈ ચાવડા સહીતનાઓએ વિજયભાઈ રૂપાણીની સૌરાષ્ટ્ર અને ગુજરાતને કાયમી ન પુરાય તેવી ખોટ વર્તાશે તેવી શોક સાથે શ્રધ્ધાંજલિ પાઠવી છે.
રાજકોટે ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમી પનોતાપુત્ર ગુમાવ્યા: અધિવકતા પરિષદ
લંડન જતા પ્લેન દુર્ઘટના માં ગુજરાતના લોક લાડીલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. સત્તાવાર રીતે વિજયભાઈ ના નિધન ના સમાચાર મળતા સમગ્ર રાજકોટ શોક મા સરી પડ્યું છે.
ગુજરાતના લોકપ્રિય નેતા સરળ, ઋજુ, કર્મઠ રાષ્ટ્ર ભક્ત અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર રાજકોટના ધર્મ પ્રેમી અને જીવદયા પ્રેમી પનોતા પુત્રને આપણે ગુમાવ્યા છે. સ્વ. વિજયભાઈ અને અંજલિબેન સાથે મળીને પુજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી સમાજ માટે ખૂબ કામ કરતા હતા. વિજયભાઈ ના નિધનના દુ:ખદ સમાચાર થી અધિવક્તા પરિષદ રાજકોટ મહાનગર ના દરેક અધિવક્તા ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરે છે. ઈશ્વર વિજયભાઈ ના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને પરિવારજનો ને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી અધિ વક્તા પરિષદ રાજકોટ ,
ના અધ્યક્ષ પ્રશાંત જોશી, તથા સેક્રેટરી હસમુખ ગોહેલ તેમજ સમગ્ર અધિવક્તા દ્વારા પ્રભુ સદગતના આત્માને શાંતિ અને મોક્ષ ગતિ પ્રજ્ઞા કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી.
‘અમે તો અમારા પિતાતુલ્ય કાકાને ગુમાવ્યા’ પ્રો. સચીનભાઈ રૂપાણી-અંકિતભાઈ રૂપાણી
વિજયભાઈનાકઝીનભાઈ હસમુખભાઈના સુપુત્રો સચીન-અંકિતે જણાવ્યું હતુકે રૂપાણી પરિવાર માટે વજ્રઘાતતો થયો જ છે. પરંતુ અમે તો અમારા પિતા ગુમાવ્યા હોયતેવી વેદના થાય છે. અમારા માટે કાકા સર્વસ્થ હતા તેમના અનુભવ જ્ઞાનથી અમોને ખુબજ સુંદર માર્ગદર્શન મળતું હતુ યથા નામ તથા ગુણ તેઓ સદા સર્વ સંયોગોમાં હસતા જ રહ્યા હતા કેસરીયા કરી પરિસ્થિતિ સામે વિજય જ મેળવતા રહ્યા અકલ્પનીય ઘટનાથી સમસ્ત રૂપાણી પરિવાર તથા જૈન સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેઓશ્રીના આત્માને શાંતિ મળે તે જ પરમકૃપાળુ પરમાત્માના શરણે પ્રાર્થન.
વિજયભાઈમાં કુશળ નેતૃત્વ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા ગજબ હતી: ડો. ભરત બોઘરા
“ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન કાર્યકર્તાથી લઈ ગુજરાતના ભાજપ પ્રમુખ તથા મુખ્યમંત્રી તરીકેની યશસ્વી વણથંભી સેવાયાત્રા ને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત હમેંશા યાદ રાખશે” તેમ જણાવી ડો. ભરતભાઈ બોઘરાએ વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. વિજયભાઈ રૂપાણીના પ્લેન અકસ્માતથી થયેલા નિધનથી દુ:ખની લાગતી વ્યક્ત કરી તેમની સાથેના સંસ્મરણો વાગોળતા શ્રી ભરતભાઈ બોધરાએ કહ્યું હતું કે વિજયભાઈમાં કુશળ નેતૃત્વ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા ગજબની હતી. વિજયભાઈએ રાજકોટના મેયર, રાજ્યસભાના સાંસદ, ગુજરાત ભાજપના મહામંત્રી, પ્રદેશ પ્રમુખ તરીકે યોગદાન આપ્યું હતું. પ્રારંભના સમયમાં વિજયભાઇ રૂપાણીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન કાર્યકર્તા તરીકેના કાર્યકાળમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદના પ્રચારકનું કામ કર્યું હતું . તેમણે છેલ્લી પળ સુધી યશસ્વીપણે નિભાવી એક આદર્શ કાર્યકર્તા તરીકેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે આવા આપણાં સહુ ના આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી ને ડો. ભરતભાઈ બોધરાએ દુ:ખી હૃદયે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે.
વિજયભાઈના નિધનથી “બાપલીયા” પણ પડી ભાંગ્યા: શ્રદ્ધાંજલિ અર્પણ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અકાળે નિધનથી હરિભાઈ ડાંગર સહિત આખો ડાંગર પરિવાર પડી ભાંગ્યો છે.આજે તેઓએ પોતાના જન સંપર્ક કાર્યાલયને બંધ રાખી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથો સાથ જણાવ્યું હતું કે,શાંત, મૃદુભાષી સ્વભાવ અને લોકહિત માટેની અડગ નિષ્ઠાના પર્યાય વિજયભાઈને હંમેશાં યાદ રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન વિકાસકામો, લોકહિત માટેના તેમના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.જે હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે.આ દુ:ખદ ઘટનામાં અણધારી વિદાય એ કાર્યકર્તા માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે. તેમની સરળતા હંમેશા યાદ બની સ્મરણ માં રહેશે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનો અને કાર્યકરોને એમના જીવન માંથી સરળતા અને નિરાભિમાની જેવા અનેક ગુણ જીવનમાં ઉતારવાની ભાવના સાથે અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.વોર્ડ નં 13 કોર્પોરેટર શ્રીમતી જયાબેન ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરના જનસંપર્ક કાર્યાલય શ્રદ્ધાંજલિ આપવાના ભાગ રૂપે બંધ રાખવામાં આવ્યા હતાં.
મારો પરિવાર વિજયભાઈનો ઋણ કદી ચુકવી શકે તેમ નથી: નયનભાઈ શાહ
વિજયભાઈ રૂપાણી સાહેબ તથા રૂપાણી પરિવાર સાથે અમારે પારિવારિક સંબંધ છે. મારા પિતા ડોક્ટર નયનભાઈ શાહ વિજયભાઈ ના તથા રૂપાણી પરિવારના ફેમિલી ડોક્ટર છે. વિજયભાઈ જ્યારે પણ ગાંધીનગર કે દિલ્હી કે અન્ય પ્રવાસે જતા ત્યારે મારા પિતાજી પાસે હંમેશા આવતા અને પ્રેમથી અને રમુજ થી કહેતા કે નયનભાઈ મારી દવા નો નાસ્તો (કીટ) આપો જે વાક્ય હવે ફક્ત યાદોમાં જ રહી ગયું છે. માતા કિરણબેન તથા વિજયભાઈના પત્ની અંજલીબેન ગાઢ મિત્રો છે અને દરેક સારા નરસા પ્રસંગમાં અમો સાથે જ હોઈએ છીએ. મારી વાત કરું તો મારી કારકિર્દી આગળ લઈ આવવામાં વિજયભાઈ રૂપાણીનો ખૂબ મહત્વનો અને અમૂલ્ય ફાળો રહેલો છે. હું તથા મારો પરિવાર તેઓનું ઋણ કદી ચૂકવી શકે તેમ નથી.
વિજયભાઈ તથા રૂપાણી પરિવાર હંમેશા સાથે જ રહે છે. દુ:ખદ અવસાન ને લીધે પરિવાર ઉપર જે આપત્તિ આવેલી છે તેમાં અમે એક પરિવારના સભ્ય તરીકે સાથે જ છીએ અને રહેશું . વિજયભાઈના દુ:ખદ અવસાનથી અમે અમારા એક પરિવારના સભ્યોને ગુમાવ્યા છે જેની ખોટ કોઈ હિસાબે પૂરી શકાય તેમ નથી. વિજયભાઈ ના આ દુ:ખદ અવસાન થી રાજકોટને તથા ગુજરાતને તો મોટી ખોટ પડેલી જ છે પરંતુ સાથે સાથે ભારત દેશે પણ એક લાગણીસભર અને સંવેદનશીલ વ્યક્તિ ગુમાવ્યા છે. વિજયભાઈ ની આત્માને શાંતિ તથા મોક્ષ આપે તેવી અભ્યર્થના સાથે વંદન.