- જામનગરમાં વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા બેનરો લાગ્યા
જામનગર શહેરમાં પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અને તેઓનું નિધન થયું છે, ત્યારે સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર શહેર પણ શોકાતુર બન્યું છે. જામનગર શહેરમાં પણ તેઓને શોકાંજલી પાઠવવામાં આવી રહી છે, અને તે અંગેના બેનર-પોષ્ટર પણ જોવા મળી રહ્યા છે.
રાજ્યસભા ના સાંસદ પરિમલભાઈ નથવાણી કે જેઓએ વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવતા બેનર લગાવાયા છે, અને પ્રશાસનિય સેવા, રાષ્ટ્રભક્તિ તથા સંગઠન શક્તિને ઉજાગર કરનાર વિજયભાઈ રૂપાણીને યાદ કરીને તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે.
આ ઉપરાંત જામનગર શહેર ભાજપના ત્રણ પૂર્વ અધ્યક્ષ એડવોકેટ અશોકભાઈ નંદા, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ, અને મુકેશભાઈ દાસાણી કે જેઓએ પણ ભાજપાના અડીખમ યોદ્ધાને હૃદયાંજલિ પાઠવી છે.