ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું…. કોણે ધાર્યું હતું કે એક સુખદ વિમાની મુસાફરી અનંત યાત્રામાં ફેરવાઈ જશે !!! જીવતા જાગતા, હસતા ગાતા અને સપના જોતા લોકોને આવી રીતે એકસાથે કાળ ભરખી જશે એવું તો કોઈએ સપનામાં નહીં વિચાર્યું હોય. કોઈ પોતાના સંતાનોને મળવા જતા હતા, તો કોઈ પતિને. કોઈ પ્રસંગ માટે જતા હતા તો કોઈ પ્રસંગ પૂરા કરીને. સ્નેહીજનો જેની આતુરતાથી રાહ જોતા હતા તે આત્મીજ જિંદગીભર રાહ જોયે પણ હવે પાછા નહીં ફરે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જેને સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો.
એર ઈન્ડિયાની આ ફ્લાઈટે લંડન માટે ઉડાન ભરી અને થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ.
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે.
રાજકોટમાં અંતિમ યાત્રા બાદ તેમના રાજકીય સન્માન અને શાસ્ત્રોક્ત રીતે અંતિમ સંસ્કાર કરાયા હતા.
અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ વિમાન દુર્ઘટના થઇ હતી. આ વિમાન લંડન જઇ રહ્યું હતું ત્યારે બીજે મેડિકલની હોસ્ટેલ પાસે ક્રેશ થયું હતું. જેમાં 200થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ નિધન થયું હતું. ડીએનએ મેચ થયા બાદ ગઇકાલે 16 જૂનના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે 17 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મારું રાજકીય રીતે ઘડતર કરવામાં વિજયભાઈનો મોટો ફાળો: જયરાજસિંહ જાડેજાએ પાઠવી કરુણાંજલી ભાવાંજલિ
View this post on Instagram
જયરાજસિંહ જાડેજાએ સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, વિજયભાઈએ જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર સાથે નાતો રાખ્યો છે, જે રીતે નાનામાં નાના કાર્યકર્તા સાથે ખભાથી ખભો મિલાવ્યો છે. જે રીતે વિકાસના કામોને, સૌરાષ્ટ્ર કરછને અને ગુજરાતને અગ્રકારી છે. જેમાં ખાસ કરીને હું મારા વિસ્તારની વાત કરું તો વિસ્તાર મારે અને વિજયભાઈને જે કુદરતી લગાવ હતો. તેમના તરફથી અમને તેમના કાર્ય તરફથી અમને જે કાર્યની ભેટો મળી છે મને લાગે છે કે ગુજરાતની પ્રજાને પીવાના પાણીનો પ્રશ્ન હતો. ત્યારે વિજયભાઈના શાસનમાં પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનાવ્યો છે. વિજયભાઈએ મને હંમેશા નાનાભાઈના સ્વરૂપમાં જોયો છે. વિજયભાઈએ મને રાજકીયનીતિમાં ખુબ જ હૂફ આપી છે. વિજયભાઈની કાર્યશૈલી, કાર્યપધ્ધતી જે પણ હતી મારું ગુણતર રાજકીય કરવામાં પણ વિજયભાઈનો ખુબ જ મોટો ફાળો હતો. વિજયભાઈને જવાથી હું એમ માનું છું કે પરિવારને નહિ, સૌરાષ્ટ્રને નહિ, રાજકોટને નહિ, કરછને નહિ પણ સમગ્ર દેશને હાકલ પડી છે. વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાથના કરું છું. એમના પરિવાર પર જે દુઃખ આવેલ તે દુઃખ સહન કરવાની પણ ઈશ્વર તેમને શક્તિ આપે તેવી પણ પ્રાથના કરું છું.