વિજયભાઈ રૂપાણી માટે શું લખવું અને શું નો લખવું મારી જીંદગી રૂપાણી સાહેબ ખુબ જ મહત્વ છે હું જ્યારે શીશુ વયનો હતો મારા પપ્પા સાથે જુનો નાતો હતો અમે કોટક શેરી 4 નંબર શેરી માં રહેતા અને વિજયભાઈ કોટક શેરી 7 નંબર શેરી ના ખુણે રહેતાં હતાં
દરોજ સવારે લાખાજીરાજ શાખા જતા મારી ઉંમર 14 વર્ષ હતી દરોજ સવારે શાખા લઇ જતા મારી રૂમ નાની હતી અને મમ્મી પપ્પા અને ચાર ભાઈબહેન એમ 6 લોકો હતા . હું બહાર રેકડી માં ગાદલું નાખી સુતો દરોજ સવારે મારી ચાદર ખેંચે અને ચાલ શાખાએ એમ કહી દરોજ હું એમની સાથે શાખામા જતો સાહેબ જ્યારે કોર્પોરેશન ચુંટણી વડીયા અને જીતીયા એ સમય થી મને ભાજપ સાથે જોડીયો ત્યારે થી લઇને આજ સુધી રૂપાણી કાયમ એક નાના ભાઇ જેમ માર્ગદર્શન પુરૂ પાડયું 14 જુલાઈ 2007 મને યાદ છે મને રસ્તામાં જ છાતી માં દુખાવો શરૂ થયો ઘરે પોહચી ને હું વૈશાલી ગોંધીયા હોસ્પિટલ પહોંચ્યા અને તુરંત આઇ સી યુ લઇ ગયા ડો મુદુલ શર્મા રાજકોટ આવીયા એને 4 દિવસ થયા હતા રાજકોટ કોઇને ઓળખતાં નોતા મારી એન્જોગ્રાફી કરી અને તુરંત બહાર આવ્યા અને કીધું દિનેશભાઇ સગાંવહાલાં કોણ છે મારો મોટો ભાઇ તરત ગયો ડોક્ટર પાસે ડોક્ટર કીધું દિનેશભાઇ એન્જોપાલટી કરવી પડે એમ છે
એમને ક્યો જયિંક્ષિં નાંખવો છે એક બે લાખ નો થશે આ સમય વિજયભાઈ રૂપાણી ત્યાં હતા અને ડોક્ટર કીધું કે તમારી પાસે જે સારો તયિંક્ષિં હોય તે નાખજો અને આ મારૂ કાર્ડ છે બીલ મને મોકલી આપજો ત્યારે સાહેબ રાજ્યસભા સાંસદ હતા અને ડોક્ટર કીધું આ અમારો ખજાનચી છે
અમારો ખજાનો એની પાસે છે તેવું કહી હસ્યા આ દિવસ હું મારી જીંદગી ક્યારે ન ભુલી શકુ મારો ળયમશભહફશળ હતો એક મહિના પછી મારો વિમો પાસ થયને આવ્યો એટલે હું વિજયભાઈ ઘરે ગયો કીધું સાહેબ મારા વિમાની રકમ આવી ગય છે એટલે આપને આપવા આવ્યો છુ ત્યારે પણ પુછ્યું વિમા પૈસા છેને ઉછીના નથી લીધાને મેં કીધું ના સાહેબ વિમા ની રકમ આવી છે નાનામાં નાના કાર્યકર્તા ચિંતા કરતા એવા વિજયભાઈ મારી જીંદગી માં પ્રગતિ એમનું ખુબ મોટું યોગદાન છે.