Abtak Media Google News

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ કે શું ?

કોરોનાના વિરૂધ્ધ 9 મહિના પહેલા શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં ભારતે 100 કરોડ લોકોને રસીકરણ કરી ગુરૂવારે મહા ઈતિહાસ રચ્યો છે અને તેમની ગામે ગામ વધામણા કરવામાં આવ્યા છે.

જસદણ

જસદણ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ ઈતિહાસને આવકારી દેશના પ્રગતિશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવેલ હતા. ભારત ગુરુવારે 100 કરોડ ડોઝ લગાવવાના આંકડાને પાર કરી વિશ્ર્વ સમક્ષ એક મિશાલ પેશ કરી છે.

વેરાવળ

ભારતમાં 100 કરોડ લોકોના રસીકરણની વૈશ્ર્વિક સિદ્ધિની વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આરોગ્ય કર્મીઓએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી હતી. સાથે જ ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર, પી.આઈ. ડી.ડી. પરમાર, પી.આઈ. એન.જી.વાઘેલા ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય, ડો.બામરોટિયા, ડો.જીગ્નેશ પરમાર, કોવિડ કોર્ડિનેટર ડો.બી.એન.રાવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

સુરેન્દ્રનગર

તાજેતરમાં જ ભારત દેશમાં 100 કરોડથી વધુ લોકોએ કોરોનાની રસી લઇ લીધી છે તેની ઉજવણી હાલ સરકાર કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે પણ આ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગર જિલ્લા સિવિલ સર્જનની ઉપસ્થિતિમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના હેલ્થ વર્કરો નું સન્માન કરવામાં આવ્યું છે તેમને સિલ્ડ આપી અને સારી કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

પડધરી

100 કરોડ જનતાને કોવિડ વેક્સિન આપી મેળવેલ વૈશ્ર્વિક સિધ્ધીની ઉજવણીના ભાગરૂપે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ સ્ટાફ પરિવાર તરફથી હોસ્પિટલ સ્ટાફના ડોકટર તથા નર્સિંગ સ્ટાફને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.