Abtak Media Google News

ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજને સુરેન્દ્રનગર, રમેશભાઇ રૂપાપરાને જુનાગઢ, બીનાબેન આચાર્યને દેવભૂમિ દ્વારકા, કશ્યપભાઇ શુકલને ભાવનગર અને રક્ષાબેન બોળીયાને રાજકોટ જીલ્લાની પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઇ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના મુજબ પ્રદેશ ભાજપ દ્વારા રાજયના વિવિધ જીલ્લા મહાનગરના સંગઠનના પ્રભારીઓની વરણી કરવામાં આવેલ છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે, ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર માટે વિનોદભાઇ ચાવડા અને ઝવેરીભાઇ ઠકરારની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

આગેવાનોને આવકારી અભિનંદન પાઠવતા શહેર ભાજપ પ્રમુખ  કમલેશ મીરાણી

ત્યારે રાજકોટ મહાનગરના અન્ય આગેવાનોને પણ વિવિધ મહાનગરો જીલ્લાના સંગઠનના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે. જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજને સુરેન્દ્રનગર, રમેશભાઇ રૂપાપરાને જુનાગઢ જીલ્લા, બીનાબેન આચાર્યને દેવભૂમિ દ્વારકા, કશ્યપ શુકલને ભાવનગર રોડ, રક્ષાબેન બોળીયાને રાજકોટ જીલ્લાના પ્રભારી તરીકેની વરણીને આવકારી તમામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે વધુમાં કમલેશ મીરાણીએ જણાવેલ કે પ્રદેશ ભાજપની સુચના અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન સંજોગોમાં કોરોનાની મહામારીમાં સેવા હી સંગઠન ના સંદર્ભમાં ચાલી રહેલા સેવાકાર્યો અને વેકસીનેશન અભિયાન અંગેની કામગીરી ચાલી રહી છે

ત્યારે રાજકોટ મહાનગર નવનિયુકત પ્રભારી વિનોદભાઇ ચાવડા અને ઝવેરીભાઇ ઠકરાર અને રાજકોટ મહાનગરના અન્ય આગેવાનો પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ સુરેન્દ્રનગર,  રમેશભાઇ રૂપાપરાને જુનાગઢ જીલ્લા, બીનાબેન આચાર્યને દેવભૂમિ દ્વારકા, કશ્યપ શુકલને ભાવનગર રોડ, રક્ષાબેન બોળીયાને રાજકોટ જીલ્લામાં સેવા હી સંગઠન અંતર્ગત ચાલી રહેલ સેવાકાર્યો અને વેકસીનેશન અભિયાનને ભાજપ સંગઠનના માઘ્યમથી વેગવંતુ બનાવશે તેવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શુભેચ્છા પાઠવી આવકારસહ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.