Abtak Media Google News

કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવનાર સરપંચને રૂ.31 લાખ આપવાનું કહેતા હોવાનો વિડીયો વાયરલ થતાં કરાઈ કાર્યવાહી 

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં ગુજરાતમાં આચાર સહિતા લગાવામાં આવી હતી.અને તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે ગોંડલના નાગડકા ગામે થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક શખ્સ ગામના સ પંચોને ભાજપ વિરૂદ્ધ અને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવનાર સરપંચને રૂ.31 લાખની લાલચ આપી હતી જે મામલે પોલીસ દ્વારા આચાર સહિતાનો ભંગ થયાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

વિગતો મુજબ ગોંડલના ચીફ ઓફિસરે ફરિયાદમાં લખાવ્યું કે, આરોપી રાજેશ સખીયાએ એક વિડિયો વાય2લ કર્યો હતો, જેમાં તેણે ભાજપની વિરૂધ્ધ અને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવનાર સરપંચને રૂા. 31 લાખ આપવાનું કહ્યું હતું. જેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ગોંડલનાં ચૂંટણી અધિકારી કે.વી. બાટીને સુચના આપતા મામલતદારને તપાસ સોંપી હતી. જેમણે આરોપી રાજેશ સખીયાનું નિવેદન લેતાં વિડિયો વાયરલ કર્યાનું કબુલ્યું હતું. બીજી તરફ ગોંડલનાં કોંગ્રેસનાં ઉમેદવાર યશિત દેસાઇનું નિવેદન લેતાં પોતાને કંઇ લેવા દેવા નહીં હોવાનું અને આરોપી રાજેશ હવે કોંગ્રેસનો સભ્ય નહીં હોવાનું કહ્યું હતું. પરિણામે તપાસનાં અંતે આજે પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.