Abtak Media Google News

ચર્ચાસ્પદ કેસમાં દોષી ઠરેલા આરોપીને છોડી મુકાતા આયોગ હરકતમાં, આજે મહત્વપૂર્ણ બેઠક

નારી સન્માનનું હનન કોઈ પણ સંજોગ ચલાવી ન લેવાય. પણ બિલકિસ બાનોના કેસમાં રેમિશન પોલિસીના આધારે દોષીઓને છોડી મુકવામાં આવ્યા હોય સરકારે કાચું કાપ્યું હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં આ કેસમાં તમામ 11 ગુનેગારોને મુક્ત કર્યાના એક સપ્તાહ બાદ હવે આ મામલે માનવ અધિકાર પંચે ઝુકાવ્યું છે.

ફેબ્રુઆરી 2002માં ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસના કેટલાક કોચમાં આગ લાગવાથી 59 લોકો માર્યા ગયા હતા.  આ ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.  બિલ્કિસ બાનો, તેની સાડા ત્રણ વર્ષની પુત્રી સાલેહા અને અન્ય 15 પરિવારના સભ્યો સાથે તોફાનીઓના હુમલાથી બચવા માટે તેમના ઘરેથી ભાગી ગઈ હતી.  આ દરમિયાન બિલ્કીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી.

બિલ્કીસ બાનો અને તેના પરિવાર પર 20-30 લોકોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો.  બિલ્કીસ બાનો અને ચાર મહિલાઓ પર હુમલો અને બળાત્કાર કરવામાં આવ્યો.  એટલું જ નહીં, બિલ્કીસની પુત્રી સહિત સાત લોકોની હત્યા કરવામાં આવી હતી.

આ કેસમાં મુંબની વિશેષ અદાલતે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી બાદમાં તમામ 11 દોષીતોને જેલ મુક્ત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ રેમિશન પોલિસીનો હવાલો આપવામાં આવ્યો છે પરંતુ રેમિશન પોલિસી મુજબ હત્યા, દુષ્કર્મ, આતંકવાદી પ્રવૃત્તિ સહિતના ગુન્હાના દોષીતોની સજા માફ કરી શકાતી જ નથી ત્યારે હત્યા અને નારી ગૌરત્વનું હનન કરી સામુહિક દુષ્કર્મ આચરનારાઓને આટલા ગંભીર અપરાધ બાદ જેલ મુક્ત કેવી રીતે કરી શકાય તે મોટો સવાલ છે.

આયોગના અધ્યક્ષ જસ્ટિસ અરુણ મિશ્રાના કાર્યાલયે પુષ્ટિ કરી હશે કે દોષિતોને મુક્ત કરવાના મુદ્દા પર સોમવારે ચર્ચા કરવામાં આવશે, જો કે, કમિશનના મોટાભાગના સભ્યોએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.  અધ્યક્ષ ઉપરાંત, આયોગમાં ત્રણ સભ્યો, છ ભૂતપૂર્વ અધિકારી અને આ ચર્ચા માટે વિશેષ આમંત્રિત છે.

માનવ અધિકાર આયોગ શું કરી શકે?

માનવ અધિકાર આયોગ માનવ અધિકારના ઉલ્લંઘનને લગતી કોઈપણ ફરિયાદમાં સુઓમોટો થી અથવા હસ્તક્ષેપની માંગણી કરતી અરજી પ્રાપ્ત કર્યા પછી તપાસ કરવાનો અધિકાર ધરાવે છે. આયોગ જો ઈચ્છે તો, રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગી શકે છે અને કોર્ટ સમક્ષ સરકારના નિર્ણયને પડકારવા માટે પીડિતને કાનૂની અને નાણાકીય સહાયની ખાતરી પણ કરી શકે છે.

ન્યાયતંત્ર પ્રણાલી ઉપરથી ભરોસો ઉઠી ગયો: બિલ્કીસ બાનુના ડુસકા

ગુજરાત સરકારે બિલ્કિસ બાનો સાથે ગેંગરેપ કરનારા તમામ 11 દોષિતોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ અંગે બિલ્કિસ બાનોએ જણાવ્યું કે બિલ્કિસ બાનોએ જણાવ્યું કે,પાછલા 20 વર્ષની પીડા ફરી ઉભરી આવી. જ્યારે મેં સાંભળ્યું કે, જે 11 દોષિતોએ મારા પરિવાર અને મારી જિંદગીને તબાહ કરી નાખી હતી તથા મારી 3 વર્ષની દીકરીને મારા પાસેથી છીનવી લીધી હતી, તે આઝાદ થઈ ગયા છે. તેઓએ કહ્યું કે ન્યાય પ્રત્યેનો વિશ્વાસ ઉઠી ગયો છે.

એક નિર્દોષ મુસ્લિમ મહિલા ઉપર ગેંગરેપ, આવો હિન્દુવાદ નથી જોતો: શંકરસિંહ

બીલકિસ બાનોના કેસમાં સરકાર તરફથી રેમિશન પોલિસીનો લાભ મળતા દોષીઓનો છુટકારો થયો છે. આ બનાવ અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે એક નિર્દોષ મુસ્લિમ મહિલા ઉપર ગેંગ રેપ કરવામાં આવ્યો.જો આવો હિન્દૂવાદ હોય તો તે નથી જોતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.