સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો : લોકો સમજી નથી શકતા કે આ કયું જાનવર છે?

હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થય રહ્યો છે કે એમાં લોકોને એક એવો જાનવર દેખાયો, જેને જોયને લોકો વિચારવા લાગ્યા અને તેઓ સમજી નહીં શક્યા કે આ કયું જાનવર છે?

સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોઝ ઘણા લોકો પસંદ કરતાં હોય છે. હાલ કોરોના વાયરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત પણ કરી હતી. કોરોના વાયરસના લીધે લોકોની હાલત ખરાબ થય ગય છે અને લોકો પોતાના ઘરમાં બંધ થય ગયા હતા. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થય રહ્યો છે કે એમાં લોકોને એક એવો જાનવર દેખાયો, જેને જોયને લોકો વિચારવ લાગ્યા અને તેઓ સમજી નહીં શક્યા કે આ કયું જાનવર છે?.

ઘણા લોકોને લાગ્યું કે આ સાપ છે પણ પૂરો વીડિયો જોયા બાદ તેઓ પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા. મુશ્કેલીમાં મુકી દેનારા આ વીડિયોમાં પત્થર પર એક જાનવર સરકતો દેખાય રહ્યો છે. લોકોને શરૂઆતમાં તો સાપ લાગ્યો, પરંતુ જેમ વીડિયો આગળ વધ્યો તો આ એક અલગ જ જાનવર દેખાયો. લોકોએ પહેલીવાર આ રીતના જાનવરને જોયો હતો.

આ જાનવરના પાંચ હાથ દેખાયા, જે એકદમ સાપની જેમ નજર આવી રહ્યો હતો. જે ધીમે-ધીમે સરકીને પાણી તરફ જય રહ્યો હતો. ટ્વિટર યૂઝર લાયડિયા રાલેએ આ વીડિયોને શૅર કર્યો અને કેપ્શનમાં લખ્યું, શું છે આ? આ વીડિયો ઘણા સમય પેહલા શૅર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારોમાં કમેન્ટ્સ આવી રહી છે. વધારે લોકોએ આને સાપ કહી રહ્યા છે, પણ આગળ આ વીડિયો જોયને લોકો આશ્ચર્ય ચકિત થય ગયા અને કન્ફ્યૂઝ થય ગયા. એક યૂઝરે લખ્યું, ‘આ ઑસ્ટ્રેલિયન જેવું કય છે…., બીજા એક યૂઝરે લખ્યું, આ જાનવર તો વર્ષ 2020થી પણ વધારે ખતરનાક લાગી રહ્યો છે.

ઘણા લોકોએ આ વીડિયો જોયને અતરંગી જવાબ આપ્યા છે, પરંતુ અંતમાં લોકોએ આ નો જવાબ શોધી કાઢ્યો છે. જણાવી દયએ આ જાનવર બ્રિટલ કે ઓફિયોરોયડ છે.તો તમે પણ કોમેન્ટ કરી ને જણાવો કે આ જાનવર તમને કયું લાગે છે.