આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ, અશ્વિન અને અક્ષરને ફાયદો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના છેલ્લા મેચમાં કોહલીએ ફટકારેલી સદી થી રેન્કિંગ 13માંથી 7એ પહોંચી

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચમાં વિરાટ કોહલી ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે આ મેચમાં શાનદાર સદી ફટકારી દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું હતું. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 186 રન ફટકારી ટીમને મુસિબતથી બહાર નીકાળવામાં મદદ કરી હતી. કોહલીની આ વિરાટ ઈનિંગ હવે તેના માટે એક સારા સમાચાર લઇને આવી છે. કોહલીની આ વિરાટ ઇનિંગની મદદથી હવે તેને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં 8 પોઈન્ટનો લાભ થયો છે.

વિરાટ કોહલીએ લગભગ ત્રણ વર્ષ બાદ ટેસ્ટમાં સદી ફટકારી ક્રિકેટના આ લાંબા ફોર્મેટમાં પણ ફોર્મને પાછું મેળવી લીધું છે. જેના કારણે હવે તેને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં  8 પોઈન્ટનો લાભ થયો છે. તે હવે ટેસ્ટ રેંકિંગમાં 13 નંબર પર પહોંચી ગયો છે. આ પહેલા તે 21 માં નંબર પર હતો. ઉલ્લેખનીય છે કે, આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન માર્નસ લાબુશેન, નંબર 2 પર સ્ટીવ સ્મિથ અને નંબર 3 પર જો રૂટ છે.

બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન નંબર વન પર છે, જ્યારે નંબર 2 પર જેમ્સ એન્ડરસન અને ત્રીજા નંબર પર પેટ કમિન્સ છે. ઓલરાઉન્ડરોની રેન્કિંગની વાત કરીએ તો રવીન્દ્ર જાડેજા નંબર વન પર છે, ત્યારબાદ નંબર 2 પર આર અશ્વિન અને ત્રીજા નંબર પર શાકિબ અલ હસન છે.લેફ્ટહેન્ડેડ બેટમેન્ટ અક્ષર પટેલને પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ફળી હતી જેમાં તેને 8 પોઝિશનનો ફાયદો થતા 44મી રેન્કિંગ મળી છે.