- ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પછી કમબેક કરવા અને મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હતા, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ અમારા માટે અદભૂત: વિરાટનું નિવેદન
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા નિવેદન આપતાં કહ્યું હતું કે, ચાર-ચાર આઈસીસી ટાઇટલ જીતવામાં સાક્ષી બનવું એ આશીર્વાદ સમાન છે.ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યાને ઘણો સમય થઈ ગયો છે, અને આ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો મેળવવાનું અમારું લક્ષ્ય હતું. ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પછી, અમે અહીં આવ્યા અને એક મોટી ટુર્નામેન્ટ જીતી, જેણે ફરી એકવાર ટીમ તરીકે અમારો આત્મવિશ્વાસ વધાર્યો છે. ભૂતકાળની ટુર્નામેન્ટમાં એવી ક્ષણો આવી હતી જ્યારે અમે રમતો પૂરી કરી શક્યા ન હતા અને મહત્વપૂર્ણ પરિસ્થિતિઓનો લાભ ઉઠાવી શક્યા ન હતા. પરંતુ આ વખતે, અમે તે અનુભવોમાંથી ઘણું બધું શીખ્યા છીએ. ભારતના ટાઇટલ વિજેતા પ્રવાસમાં એક ઉત્કૃષ્ટ પ્રદર્શનકર્તા કેએલ રાહુલ હતા, જેમણે નોકઆઉટ તબક્કામાં મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. કોહલીએ તેના સાથી ખેલાડીની પ્રશંસા કરતા કહ્યું, “છેલ્લી બે મેચમાં કેએલ રાહુલે જે રીતે ઇનિંગ સમાપ્ત કરી તે તેનો અનુભવનો પુરાવો છે. જ્યારે તમે પહેલા આવી પરિસ્થિતિઓમાં હતા અને રેખા પાર કરી શક્યા ન હતા, ત્યારે હંમેશા બીજી તક મેળવવા અને તેને પાર કરવાની ઇચ્છા હોય છે. અને અમે બરાબર તે જ કર્યું. ફાઈનલ પછી પોતાની નિવૃત્તિની ચર્ચા વચ્ચે, કોહલીએ કહ્યું કે ’જ્યારે તમે જાઓ છો, ત્યારે તમે ટીમને વધુ સારી સ્થિતિમાં છોડીને જવા માંગો છો.’ મને લાગે છે કે હાલમાં આપણી પાસે એક એવી ટીમ છે જે આગામી આઠ વર્ષ સુધી વિશ્વની કોઈપણ ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. અમે ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પછી કમબેક કરવા અને મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ અમારા માટે અદ્ભુત છે. શુભમન ગિલ સાથે ઉભા રહીને કોહલીએ કહ્યું કે ટીમમાં એક સિનિયર ખેલાડી તરીકે, મારું ધ્યાન આગામી પેઢીને તૈયાર કરવા પર છે.