વિરપુર પાસે કાર અને ટ્રક અથડાતા બેના મોત: ચાર ઘવાયા

rajkot | accident
rajkot | accident

રોંગ સાઇડમાં ઘસી આવેલો ટ્રક ધડાકાભેર ટકરાતા ગમખ્વાર સર્જાયો અકસ્માત

રાજકોટ-જેતપુર હાઇવે પર આવેલા વિરપુર પાસે વહેલી સવારે રોંગ સાઇડમાં ઘસી આવેલો ટ્રક ધડાકાભેર કાર સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલા સહિત બેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ચાર ઘવાતા તમામને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જી.જે.૬ડીબી. ૭૭૯૭ નંબરની કાર જેતપુર તરફથી રાજકોટ તરફ જઇ રહી હતી. કાર વિરપુર પાસે પહોચી ત્યારે રોંગ સાઇડમાં સામેથી જી.જે૧૭એકસ. ૮૬૭૧ નંબરનો ટ્રક ઘસી આવ્યો હતો અને કાર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કારમાં બેઠેલી એક મહિલા સહિત બેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને ચાર ઘવાયા હતા. વિરપુર પાસે જીવલેણ અકસ્માત સર્જાયાની ૧૦૮ને જાણથતા ચારેયને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.વિરપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેશ પઢીયાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને બંને મૃતક તેમજ ચારેય ઘવાયેલાઓની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે અને અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથધરી છે.