Abtak Media Google News

ભાવિકો સ્વયંભુ જયોતિલિંગની અત્યંત નિકટ રહીને ફોટોગ્રાફ પણ મેળવી શકશે : શિવભકતોને મહાશિવરાત્રી સુધીમાં નવલું નજરાણું મળી રહે તેવી સંભાવના

વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ દર્શનાર્થે પ્રતિવર્ષ કરોડો શિવભકતો, યાત્રિકો, પ્રવાસીઓ આવતા હોય છે. પ્રત્યેક શ્રઘ્ધાળુઓ વિશ જયોતિલીંગ નીકટ સાનિઘ્ય ઝંખતા હોય છે જે શકય બની શકતું નથી. પરંતુ સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવીણભાઇ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના પ્રયાસોથી સોમનાથ મંદીર લગેજ રુમ પાસે એક વર્ચચુઅલ રીયાલીટી કેમેરાકક્ષ તૈયાર થઇ રહ્યું છે. જે અંદાજે ૩૮ ફુટ લાંબુ અને ર૮ ફુટ પહોળું તથા દોઢ ફુટની જમીનમાં ઉંચાઇ પ્લીન્થ બાંધકામ ચાલી રહ્યું છે.

Patto Ban Labs 1

આ કેમેરા કક્ષમાં યાત્રિકો સ્વયંભૂ જયોતિલિંગની જાણે મંદીરના ગર્ભગૃહમાં સદેહ પ્રવેશ્યા હોય તેવી ૪ જી ડાયમન્સનથી વચૃયુઅલ રીયાલીટી અનુભૂતિ કરશે અને જેનો ફોટો ગ્રાફ પણ ત્યાં પાડી આપવામાં આવશે.કદાચ શિવભકત ભગવાન ભોળાનાથ સદાશિવને સ્વયં ગંગાજળ  અભિષેક કરી રહ્યા હોય અથવા સોમનાથ મંદીર સમીય જાણે અંદર જ પ્રવેશી તસ્વીર પડાવી હોય તેવી હાઇરીઝો લ્યુઅશન વચૃયુઅલ રીયાલીટી અનુભુતિ તસ્વીર યાત્રા સ્મૃતિ સંભારણું બની રહેશે.

મેટ્રોસીટીના સ્ડાર્ન્ટ મોલમાં કાંકરીયા કાર્નીવલમાં આ ટેનકીક જોવા મળતી હોય છે ભકતોને રુબરુ નહીં તો ટેકનોલોજી માઘ્યમથી રુબરુ જેવો જ અહેસાસ અનુભૂતિ થશે જે પણ ભકતો માટે મોટી વાત છે. કામની ઝડપ જોતા મહાશિવરાત્રીએ આ વરસે ભકતોને સોમનાથ ટ્રસ્ટના પ્રયાસોથી યાત્રિક સેવામાં નવું નજરાણું અને ધન્યતા પુણ્યતા પ્રાપ્તિનું લોકોપણ થવા સંભવ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.