Abtak Media Google News

અબતક, રાજકોટ

વિજયાદશમીનું પર્વ એટલે આશુરી  શક્તિનો નાશ વિશ્ર્વ હિન્દુ પિરષદ – બજરંગદળ – દુર્ગાવાહીની દ્વારા  રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આવતીકાલે વિજયાદશમીના દિવસે રાવણ દહન, શસ્ત્રપૂજન, આતશબાજી સહિતના પરંપરા ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરી કે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજી પધારશે.

રાવણનું 55 ફૂટ ઉંચુ તથા કુંભકર્ણ અને મેઘનાથના 30-30 ફૂટ ઉંચાઈના પુતળાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આવતી કાલે તા. 1પ/10 ને શુક્રવારના રેસકોર્ષ મેદાનમાં સાંજે 7-00 કલાકે રા વણ – કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરા શે અને ફટાકડાની અવનવી વેરા યટીઓ સાથે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. રા વણ-કુંભકર્ણ-મેઘનાથના પુતળાઓનું દહન અને અવનવી આકાશી ફટાકડાની રંગોળી રચાશે. જેને જોઈ ઉપસ્થિત બાળકો કિલ્લોલભે આનંદિત થઈ ઉઠશે.

ઉપરાત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવે છે. જયાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન કરી  શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી ને આપણા બાળકો શસ્ત્ર પૂજનનું મહત્વ જાણે અને સમજે તે માટે આવું આગવું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિજયાદશમીના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આર્ષ વિદ્યા મંદિર, મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજી પધારવાના છે. તેઓ આર્ષ વિદ્યામંદિર, મુંજકાના સ્થાપક છે સાથે ચિરત્ર ઘડતર, ભારતીય સંસ્કૃતિ, સોફટસ્કીલ ડેવલોપમેન્ટ સહિતની સામાજીક પ્રવૃતિઓ પણ કરે છે. તેમને અનેકવિધ પુસ્તકો પણ અર્પણ ર્ક્યા છે. ઘણા વર્ષોથી વિ.હિ.પ. સાથે એક અનેરો નાતો ધરા વતા સ્વામી વિજયાદશમીના આ પર્વ નિમિતે પોતાનું મનનીય વક્તવ્ય આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.