સ્ટર્લિંગ હોસ્પિટલનો ‘યુનિટી’ના સિમ્બોલ સાથેનો નવો લોગો લોન્ચ કરતા વિશ્વતીર્થ સ્વામીજી

અમે ગુણવત્તાયુક્ત મેડિકલ સેવા પૂરી પાડવા કટીબદ્વ નવો લોગો અમારી પ્રતિબદ્વતાને પ્રતિબિંબિત કરે: ઘનશ્યામ ગુસાણી (ઝોનલ ડાયરેક્ટર)

ગુજરાતની અગ્રણી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ચેઇન પૈકીની એક સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રાજકોટમાં તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. આ નવો લોગો પરમ પૂજ્ય વિશ્વતીર્થ સ્વામીજીની ઉપસ્થિતિમાં લોંચ કરાયો હતો. નવા લોગોનો ઉદ્દેશ્ય સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મૂળ સિદ્ધાંતો અને સંદેશાની સાથે-સાથે હેલ્થકેર સુવિધાઓમાં ઉત્કૃષ્ટતાની તેની ખાતરીનો પ્રસાર કરવાનો છે. રાજકોટની સાથે નવા બ્રાન્ડિંગ અને લોગોનું અનાવરણ હોસ્પિટલની વડોદરા, અમદાવાદ અને ગાંધીધામ ખાતેની સુવિધાઓમાં પણ કરાયું હતું.

સ્ટર્લિંગ હોસ્પિટલ ગુજરાતમાં 20 વર્ષથી વધુ સમયથી હેલ્થકેર ક્ષેત્રે અગ્રેસર છે. નવા બ્રાન્ડિંગ સાથે હોસ્પિટલ વ્યાપક હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા ઉપર તેનું ધ્યાન જાળવી રાખશે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દરેકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ગુણવત્તાયુક્ત હેલ્થકેરની ઉપલબ્ધતા અને ક્લિનિકલ ઉત્કૃષ્ટતાના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા માટે કટીબદ્ધ છે. હોસ્પિટલ આધુનિક માળખાકીય સુવિધાઓથી પ્રાઇમરી, સેક્ધડરી અને સુપરસ્પેશિયલાઇઝ્ડ ટર્શરી કેર પૂરી પાડે છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ઝોનલ ડાયરેક્ટર રાજ કડેચાએ કહ્યું હતું કે, સ્ટર્લિંગ હોસ્પિટલનો નવો લોગો બેજોડ મેડિકલ કેર, ઇનોવેશન અને ગુણવત્તાયુક્ત સેવાઓ ડિલિવર કરવાની કટીબદ્ધતાનો પુરાવો છે. તેની વાઇબ્રન્ટ અને સમકાલીન ડિઝાઇન સાથે લોગો દર્દીઓ અને કર્મચારીઓ બંન્ને માટે સ્વાગત યોગ્ય અને અનુકૂળ માહોલની રચના કરવાની કટીબદ્ધતા દર્શાવે છે. પ્રગતિશીલ અને આધુનિક ટેક્નોલોજી દ્વારા અમે મેડિકલ કેરના ઉચ્ચ ધોરણો જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. અમારું માનવું છે કે રિબ્રાન્ડિંગ પહેલથી અમે અમારા દર્દીઓ અને સમુદાયો સાથે વધુ મજબૂત જોડાણ વિકસાવવા સક્ષમ બનીશું.

આ વ્યાપક બ્રાન્ડિંગના પ્રયાસોના ભાગરૂપે નવો લોગો હોસ્પિટલ્સની વિવિધ સેવાઓમાં છબીને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. અમે રાજકોટમાં વિશિષ્ટ અને સુસંગત બ્રાન્ડ તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ, જે રાજકોટના રહેવાસીઓ સાથે જોડાણ પેદા કરી શકે. ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાના સ્ટર્લિંગ હોસ્પિટલ્સના પ્રયાસોમાં આ નવા લોગોનું લોન્ચિંગ મહત્વપૂર્ણ પરિબળ છે. અમે સમુદાયોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત મેડિકલ કેર પૂરી પાડવા કટીબદ્વ છીએ અને અમારો નવો લોગો અમારી પ્રતિબદ્વતાને પ્રતિબિંબિત કરે છે. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સમાં વિશ્ર્વતીર્થ મહારાજ સાથે હોસ્પિટલના ઝોનલ ડીરેક્ટર રાજ કડેચા, ઘનશ્યામ ગુસાણીએ નવા લોગોની વિગતો આપી હતી.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં શ્રેષ્ઠ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ

સ્ટર્લિંગ હોસ્પિટલ કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, ન્યુરોલોજી, ઓર્થોપેડિક્સ વગેરેમાં મેડિકલ સેવાઓની વિશાળ શ્રેણી સાથે ગુજરાતમાં શ્રેષ્ઠ હોસ્પિટલ્સ પૈકીની એક છે. શહેરમાં હોસ્પિટલ સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ સેન્ટર્સ પૈકીના એક તરીકે ઓળખ ધરાવે છે, જે પ્રાઇમરી કેર, સ્પેશિયાલિટી કેર, ઇમર્જન્સી કેર અને ઇનપેશન્ટ સર્વિસિસ વગેરે સાથે સેવાઓ ઓફર કરે છે. આ રિબ્રાન્ડિંગ સાથે હોસ્પિટલ પ્રગતિ અને ઇનોવેશનની સાથે-સાથે બેજોડ મેડિકલ કેર પ્રદાન કરવાનું જાળવી