Abtak Media Google News

વિટામીન બી ની દવા અને ઇન્જેક્શન વડે માનસિક તાણથી પીડાતા દર્દીમાં સુધાર લાવી શકાય ચિંતા, હતાશા, એકાગ્રતાનો અભાવ તેમજ ચીડિયા પણું જેવા લક્ષણો જોવા મળે

મનુષ્યની આજકાલની લાઇફ સ્ટાઇલ તેમજ વધતા જતા ભૌગિકવાદની સાથે ક્યાંક ને ક્યાંક વિટામિન બીની ઉણપ માનસિક થાક,તણાવ માટે જવાબદાર છે. સતત કામને વળગી રહેલો મનુષ્ય દિન પ્રતિદિન શરીરને પોષણયુક્ત આહાર આપવા માં ક્યાંક ચૂક કરી બેસે છે. જેના પરિણામે તેના શરીરમાં વિવિધ વિટામીન ની ઉણપ સર્જાતી હોય છે. જેમાં ખાસ કરીને વિટામીન બી કોમ્પ્લેક્સની ઉણપ એ મનુષ્યને વિવિધ તકલીફો નો સામનો કરાવતી હોય છે. વિટામિન બી6 અને બી12ની ઉણપ મનુષ્યના મગજને પણ અસર કરે.

શરીરમાં ખૂટતા વિટામિન બી ના સ્ત્રોતોમાં ડેરી પ્રોડક્ટ, ઓટમીલ, સોયા પ્રોડક્ટ કારગત

શરીરના વિવિધ ભાગોમાં જેમ થાક નબળાઈ જેવી અસર વર્તાય એમ મગજને પણ તણાવની અસર વર્તાતી હોય છે.જેમાં ખાસ કરીને એકાગ્રતાનો અભાવ આવો ચીડીયાપણું થવું આ બધું જ વિટામિન બી ની ઉણપથી પણ થતું હોય છે.આવા સંજોગોમાં જ્યારે વ્યક્તિ તબીબ પાસે કાઉન્સિલિંગ કરાવવા જતું હોય છે ત્યારે પ્રાથમિકતામાં જો તબીબને વિટામિન બીની ઉણપ ના લીધે આ તકલીફો થતી હોય છે.એવું જાણતા તેમને વિટામિન બી ની દવા તેમજ ઇન્જેક્શન આપવાના શરૂ કરે છે. ચારથી પાંચ મહિનાના કોર્સ દરમિયાન સંપૂર્ણપણે વિટામીન બીથી થતી તકલીફ દર્દી રિકવર મેળવી શકે છે. વિટામીન બી નો સ્ત્રોત વિવિધ રીતે શરીરને પૂરો પાડવો અનિવાર્ય છે તબીબો નું પણ એવું કહેવું છે. સાથોસાથ ડેરી પ્રોડક્ટ,સોયાપ્રોડકટ તેમજ ઓટમીલ માંથી વીટામિન બીનો પુષ્કળ સ્ત્રોત મળી રહે છે.

ઘણી વખત વિટીમીન બી12ની ઉણપને ડિપ્રેશન ન ગણી શકાય: ડો.રાજેશ રામ

Vlcsnap 2022 07 27 14H10M28S393

માઈન્ડ કેર હોસ્પિટલના ડો.રાજેશ રામ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વિટામીન બી કોમ્પ્લેક્સ માં મલ્ટિપલ વિટામીન હોય છે વિટામીન બી કોમ્પ્લેક્સ ની ઉણપ ને કારણે પણ ડિપ્રેશન આવી શકે છે. પરંતુ વિટામીન બી12ની ઉણપને ડિપ્રેશન ન ગણી શકાય. વિટામીન 12ની ખામીના લીધે ડિપ્રેશન જેવા સીમટમ્સ આવી શકે. વિટામીન બી ની દવા અને ઇન્જેક્શન ડિપ્રેશન થી પીડાતા દર્દીની સારવારમાં કારગત નીવડે છે.

મગજના કોષોને વિટામીન બીની ખામી અસર કરે: ડો.પ્રતીક ઝાલા

Vlcsnap 2022 07 27 14H08M53S501

ડો.પ્રતીક ઝાલાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મનુષ્યના શરીરમાં મગજના કોષોને પણ વિટામિન બીની ખામી અસર કરે છે. વિટામીન બી12 શરીરની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે.ડેરી પ્રોડક્ટ,સોયાપ્રોડકટ,દૂધ અને ઓટમિલમાં વિટામીન બી નો પુષ્કળ સ્ત્રોત છે.શરીર માટે પૂર્તિ માત્રામાં લેવું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

શરીર સ્વસ્થ રાખવા દરેક વિટામીન ફાયદાકારક:ડો.ભાવેશ કોટક

Vlcsnap 2022 07 27 14H11M01S422

ડો.ભવેશ કોટકએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,કોવિડ બાદ લોકોમાં તણાવ વધારે જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે વિટામીન બી12 ની ખામી  માનસિક તણાવ માટે જવાબદાર રહે છે. શરીરમાં દરેક વિટામિનની પૂર્તિ માત્રા હોવી જરૂરી છે દરેક વિટામિનની અલગ અલગ રીતે શરીરને ફાયદો થતો હોય છે. વિટામીન બી12 ની દવા અને ઇન્જેક્શન દર્દી કારગત નિવળે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.