Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ કેવી રીતે અટકશે તે એક સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ અને સરકાર માટે મોટો પ્રશ્ન છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના પગલે ટપોટપ દર્દીઓના મોત નીપજી રહ્યા છે તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની બજારો લોકોથી ઉભરાઇ રહી છે બજારમાં કોરોના સંક્રમણ અટકાવવાના ફક્ત સલાહ સુચના આપવામાં આવી રહ્યા છે કોઈ પણ જાતની અમલગીરી બજારોમાં દેખાઈ રહી નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય તથા વેપારી એસોસીએશન બેઠક યોજી અને પાંચ દિવસનું લોકડાઉન લોકડાઉન સુરેન્દ્રનગરમાં આપવામાં આવ્યું છે તેનો કડક અમલ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લાની જનતા ત્યાં સુધી જાગૃત નહીં બને ત્યાં સુધી કોરોના સંક્રમણ અટકશે નહીં. લોકો જાહેર રસ્તાઓ ઉપર બિનજરૂરી રખડતા નજરે પડ્યા છે.

સ્વૈછીક લોકડાઉન હોવા છતાં પણ જે લોકો ધંધા ખોલી રહ્યા છે તેને પોલીસ ધંધા બંધ કરાવી રહ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગઈકાલે  સુરેન્દ્રનગરમાં 294 જેટલા કોરોનાવાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જે અત્યાર સુધીનાં સૌથી વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.