Abtak Media Google News

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧૫-૧-૨૦૨૦ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૦ નિયત કરવામાં આવેલ છે. આ દરમિયાન તા. ૨૨-૧૨-૨૦૧૯, તા. ૫-૧-૨૦૨૦ તથા તા. ૧૨-૧-૨૦૨૦ ના રવિવારના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવેલ છે.આ કાર્યક્રમની વિગત આ મુજબ છે. હક્ક, દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમય ગાળો તા. ૧૫-૧-૨૦૨૦ બુધવાર સુધી, ખાસ ઝુંબેશની તારીખો તા. ૨૨-૧૨-૨૦૧૯ (રવિવાર), તા. ૫-૧-૨૦૨૦( રવિવાર), તા. ૧૨-૧-૨૦૨૦(રવિવાર), મળેલ હક્ક, દાવોઓ પરત્વે નિર્ણય કરી આખરી નિકાલ કરવો તા. ૨૭-૧-૨૦૨૦ (સોમવાર) સુધીમાં પૂરવણી યાદીઓ તૈયાર કરવી તા. ૪-૨-૨૦૨૦ (મંગળવાર) સુધીમાં, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૭-૨-૨૦૨૦ (શુક્રવાર)ના રોજ રહેશે.

7537D2F3 16

તા. ૧-૧-૨૦૨૦  ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનું નામ નોંધાવવા માટે નમૂના ૬ ઉંમર તથા રહેઠાણના પુરાવા સહીતમાં અરજી કરવાની રહે છે તેની સાથે નીચે મુજબના આધારો રજુ કરવાના રહે છે. પાસપોર્ટ સાઇઝના કલર ફોટોગ્રાફસ, રહેઠાણનો આધાર, લાઈટ બિલ રેશન કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ પૈકી કોઈ એક.જન્મ તા.નો આધાર (સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જન્મ પ્રમાણપત્ર કોઈ એક) ઉંમર ૨૧ થી વધારે હોય અને પ્રથમ વખત નામ નોંધાવતા હોય તો જોડાણ – ૩. કુટુંબના સભ્ય / પાડોશીના ચુંટણી કાર્ડની નકલ.મતદારયાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય તો તે માટે અથવા મતદાર યાદીમાંથી નામ રદ કરાવવા માટે નમુના ૭ મા અરજી કરવાની રહે છે. તેની સાથે નીચે મુજબના આધારો રજુ કરવાના રહેશે. મરણના કિસ્સામાં મરણ પ્રમાણપત્રની નકલ, લગ્નના કિસ્સામાં મેરેજ સર્ટિફિકેટની નકલ, લગ્નની કંકોત્રી, સ્થળાંતરિતના કિસ્સામાં રોજકામ.મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમૂના ૮ માં અરજી કરવાની રહે છે તેની સાથે નામમાં ભૂલ હોય તો જે નામ રાખવાનું છે તે નામના આધારો, જન્મ તા.ના કિસ્સામાં જન્મના આધારો.

7537D2F3 16

એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂના ૮-ક મા અરજી કરવાની રહેશે. જે માટે અરજી સાથે નવા રહેઠાણનો આધાર, પાડોશીના ચુંટણી કાર્ડની નકલ રજુ કરવાની રહેશે.તા. ૨૨-૧૨-૨૦૧૯(રવિવાર), તા. ૫-૧-૨૦૧૯ (રવિવાર) અને તા.૧૨-૧-૨૦૨૦ ( રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશ ના દિવસોએ સવારે ૧૦ થી સાંજના ૫ કલાક દરમ્યાન પોતાના વિસ્તારના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર મારફત આ નમૂના મેળવી ભરેલ અરજીઓ તે જ સ્થળે ખાતે ઉપર્યુક્ત ખાસ ઝુંબેશના દિવસો દરમ્યાન લેવલ ઓફિસરને પરત આપી શકાશે. તદઉપરાંત ચૂંટણીપંચની વેબસાઈટ www.nvsp.in ઓનલાઇન અરજી કરી શકાશે તેમ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.