Abtak Media Google News

ગુજરાત વિધાનસભા ચૂંટણી ના આજે જાહેર થયેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને રેકોર્ડ બ્રેક જન આધાર પ્રાપ્ત થયું છે ભૂતકાળમાં ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મેળવવાના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહભાઈ સોલંકી નો સ્થાપિત રેકોર્ડ તોડવાનો શ્રેય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ફાળેગયો છે,

ગુજરાતના મતદારોએ અભૂતપૂર્વક જનાધાર આપીને ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વિકાસવાદને બિનશરતી સમર્થન આપી દીધું હોય તેવા ચુકાદાએ મતદારોના વિકાસના અભિગમને ચરિતાર્થ કર્યું છે,

ગુજરાતના મતદારોએ કરેલું આ મતદાન નિશ્ચિત દિશા નિર્દેશ આપતું મતદાન ગણી શકાય, મતદારોએ કોંગ્રેસ અને ગુજરાતના રાજકારણમાં અનેક નવા પ્રયોગો સાથે જનાધાર માટે મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટી પર જરા સરખો પણ ભરોસો ન કર્યો હોય તેમ કોંગ્રેસ માટે વિપક્ષ પદ મેળવવાના પણ સાસા પડી જાય તેવી સ્થિતિ વાળા આજના જન ચુકાદાને સંપૂર્ણપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર વિકાસવાદ તરફ મતદાન ગણવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.

આજના મતદાનમાં પ્રત્યેક બૂથની સમીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે ભાજપને માત્ર કમિટેડ વોટ જ નહીં પરંતુ દરેક વર્ગના વિકાસ પ્રિય મતદારોના મત મળ્યા છે ,ગુજરાતની આ ચૂંટણી અને મતદારોનો જોક માં રાષ્ટ્ર વાદની પ્રતીતિ થાય છે, જ્ઞાતિવાદ, વોટબેંક અને રાજકીય હુસાતુસીનું રાજકારણ હવે ભૂતકાળ બની ગયું હોય તેમ ગુજરાતના મતદારોએ ભાજપના વિકાસવાદને એક તરફી સમર્થન આપીને લોકતંત્રની સભ્યતાનો પુરાવો આપ્યો છે, ત્યારે વિધાનસભામાં સંપૂર્ણ નહીં પરંતુ સવાય બહુમતી સાથે સત્તામાં આવનારી ભાજપની ભૂપેન્દ્રભાઈ ની સરકાર પર હવે વિપક્ષની સંપૂર્ણ ગેરહાજરી જેવી પરિસ્થિતિમાં જનતાના વિશ્વાસને ન્યાય આપવાની સવિશેષ જવાબદારી આવી પડી છે, રાજકીય રીતે વિધાનસભામાં કોઈ સબળ અવાજ ઉપાડવાનું ન હોય ત્યારે શાસક માટે ન્યાયનું સંતુલન રાખવાની કપરી જવાબદારી હવે ગુજરાત વિધાનસભામાં ભાજપને ઉઠાવવાની એક નવી ફરજ બજાવી પડશે, ગુજરાત ચૂંટણીમાં ભાજપના આ પ્રચંડ જનાધારને મતદારોનો વિકાસ માટેનું સમર્થન ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.