ભાજપની ગુંડાગર્દીનો જવાબ મતદારો કોંગ્રેસ તરફી મતદાન કરીને આપશે : મહેશ રાજપુત

  • રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદેદારો કાર્યકરો એક સૂત્રએ બંધાયેલા જ છે : પ્રદીપ ત્રિવેદી
  • શહેર કોંગ્રેસ સમિતિના હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, ભાનુબેન સોરાણી વિગેરેએ “હમ સબ એક હૈ” નું પુરવાર કર્યું

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ યોજેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો એક સંપથી એક સૂત્રથી માત્રને માત્ર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા કટિબદ્ધ છે.

વિરોધ પક્ષના અમુક લેભાગુ લોકો ખોટો દૂર પ્રચાર કરી લોકોને ભ્રમિત કરી રહ્યા છે કે, શહેર કોંગ્રેસ પક્ષના હોદેદારો માજ સંપ નથી.. આ વાત તથ્ય હિન અને પાયા વિહોણી છે કારણ કે, અમે સૌ રાજકોટ શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો વસુદૈવ કુટુંબ કમની ભાવનાથી જોડાયેલા જ છીએ.

અમે સૌ એક સંપથી એક સૂત્રથી કામ કરી રહ્યા છીએ.. રાજકોટ વિધાન સભાની ચારેય બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષના ચૂંટણી લડતા ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અમારી રાજકોટ શહેર કોંગ્રેસના તમામ હોદેદારો અને કાર્યકરો તન મન ધન થકી પાર્ટીને સમર્પિત થઈ અને કાર્ય કરી રહ્યા છીએ.

એરપોર્ટ રોડ, હનુમાન મઢી પાસે, રાજકોટ ખાતે આવેલી હોટલ મિન્ટમાં યોજાયેલ એક પત્રકાર પરિષદમાં ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદી, હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ભાનુબેન સોરાણી  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વિરોધ પક્ષ તરફથી વહેતી થયેલી વાતોનો ખુલાસો આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો રાજકોટ વિધાનસભાની ચારે વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોને જીતાડવા માટે એક સંપ કરી એક જૂથ થઈ અને તનતોડ મહેનત કરી રહ્યા છે આમાં કોઈ શંકાને સ્થાન નથી એમ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું.

આ તકે આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે ભાજપ પક્ષ તરફથી શહેરના બુટલેગરો અને દારૂના ધંધાર્થીઓને પકડી પકડીને તેમને તેમના તરફી મતદાન કરવા અને તેમના પરિવાર તરફથી ભાજપ તરફી જો મતદાન નહીં થાય તો તેમને આવનારા સમયમાં ભાજપ પક્ષ સહકાર આપશે નહીં અને ખોટા કેસોમાં સંડોવી દેવામાં આવશે અને જો સહકાર નહિ આપે તો આ તેમના ધંધા બંધ કરાવી દેવાશે તેવી ધાક ધમકીઓ આપવામાં આવે છે. આ બાબતે કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આ બાબતની પૃષ્ટિ કરવા એક વીડિયો પણ જાહેર કર્યો હતો.

રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના વિવિધ આગેવાનોએ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો વેરવિખેર હોવાની જે વિરોધ પક્ષના લોકો વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી અને પાયા વિહોણી છે તેમ જણાવ્યું હતું કારણ કે રાજકોટ શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો એક જ છે અને એક થઈને જ કોંગ્રેસ પક્ષ માટે કાર્ય કરી રહ્યા છે.

શહેરમાં ભાજપ અને તેના કાર્યકરો દ્વારા જે ગુંડાગર્દી શરૂ કરાય છે તેની સામે લોકો હવે જાગૃત બન્યા છે અને તેમનો જવાબ લોકો કોંગ્રેસ પક્ષના ઉમેદવારો તરફી મતદાન કરી અને કરાવીને આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.