Abtak Media Google News

ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે. આ સાથે જ રાજકોટ શહેરના પ્રથમ નાગરિક અને મેયર પ્રદિપભાઈ ડવએ પત્ની સાથે સવારે ૮ વાગ્યામાં જ ગુરુપ્રસાદ ચોકમાં જૂની વોર્ડ ઓફિસ ખાતે મત આપ્યો હતો.

સમગ્ર શહેરમાં મતદાનની શરૂઆતમાં જ મહિલાઓ, બુઝુર્ગો અને નાગરિકો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.પ્રદિપભાઈ ડવએ આ સાથે રાજકોટ શહેરની ત્રણેય વિભાનસભા બેઠકના ૯ લાખથી વધુ મતદારોને મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ વ્યક્ત કર્યો હતો.

રાજકોટ કલેકટર અને જામનગર ભાજપ ઉમેદવાર રીવાબા પહોંચ્યા મતદાન કરવા

રાજકોટની આઈ.પી.મિશન સ્કુલ ખાતે કલેકટર અરુણ મહેશ બાબુ અને જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રિવાબા જાડેજા મતદાન કરવા પહોંચ્યા હતા. રાજકોટમાં વહેલી સવારથી જ મતદાન માટે મતદાન મથકોમાં લાંબી લાઈનો લાગી છે. ત્યારે ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મતદાન કર્યું છે. તેમજ ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ પત્ની સાથે અને ઉદય કાનગડ અને પૂર્વ સીએમ વિજય રૂપાણી પરિવાર સાથે મતદાન કર્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.