ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસીત પ્રદેશની 475 બેઠકો માટે મતદાન

પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પોંડીચેરી સહિતના રાજ્યોમાં કુલ 475 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે એસિડ ટેસ્ટ છે. બંગાળ સિવાય આસામ અને કેરળ તેમજ પુડ્ડુચેરીમાં ભાજપ માટે ચેલેન્જ છે. સવારથી જ રાજકીય અને સામાજીક હસ્તીઓએ મતદાન કરી દીધુ છે.

કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં આજે મતદાન પૂર્ણ થઇ જશે. જ્યારે બંગાળમાં વધુ એક તબક્કાનું મતદાન છે. તેવી જ રીતે આસામના અંતીમ ત્રીજા તબક્કા માટે પણ મતદાન પૂર્ણ થઇ જશે. દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં 2.74 કરોડ મતદારો 975 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. આસામમાં ત્રીજા અને અંતીમ તબક્કાની બાકીની બચેલી 40 બેઠકો માટે મતદાન છે.

બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં આજે ત્રીજા તબક્કામાં 205 ઉમેદવારોનું ભાવી નક્કી કરાશે.જ્યારે કેરળમાં 234 બેઠકો પર આજે 3998 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકારના ગયા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું, અહીં ભાજપ ગઠબંધનની સામે કોંગ્રેસની ટક્કર જોવા મળી રહી છે.

બંગાળ, આસામની સાથે સાથે તમિલનાડૂ, કેરલ અને પુડુચેરીમાં પણ આજે મતદાન થઈ રહ્યુ છે. ચેન્નાઈમાં સવાર સવારમાં સુપરસ્ટાર રજનીકાંતે મતદાન કર્યુ હતું. આ ઉપરાંત સુપરસ્ટારમાંથી નેતા બનેલા કમલ હાસને પણ મતદાન કર્યુ હતું. સાથે તેમની દિકરી શ્રૃતિ અને અક્ષરા પણ વોટિંગ કરવા આવ્યા હતા. તો વળી કેરલમાં મેટ્રો મેન ઈ.શ્રીધરને પણ મતદાન કર્યુ હતું.તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદા શરૂ થયુ હતું.તમિલનાડુમાં કુલ 234 બેઠકો છે અને 3,998 ઉમેદવારોનું ભાવી આજે ઈવીએમમાં સીલ થઈ જશે. તમિલનાડુમાં કુલ 6 કરોડ 28 લાખ મતદારો છે. જે આગામી સરકાર રચવા માટે મતદાન કરશે. તમિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકે વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. તમિલનાડુમાં એઆઈએડીએમકે હેટ્રિક લગાશે કે દશકા બાદ રાજ્યમાં ડીએમકેની વાપસી થશે તે જોવા રહ્યું. એઆઈએડીએમકે એનડીએના સહયોગી તરીકે ચૂંટણી મેદાને છે. જેમાં ભાજપ,પીએમકે અને અન્ય સ્થાનિક રાજકીય પક્ષો સામેલ છે. જ્યારે ડીએમકે યુપીએનો હિસ્સો છે.

જેમાં કેરળમાં 975 ઉમેદવારો માને છે અને 2.74 કરોડ મતદારો આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.કેકરળમાં એક જ તબક્કામાં તમામ 140 બેઠકો માટે મતદાન ચાલી રહી છે.

અહીં સીબીઆઇ-એમની આગેવાનીમાં બનેલ મહાગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે એલડીએફ અને કોંગ્રેસની આગેવાનીમાં રચાયેલા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે યુડીએફ વચ્ચે ખરાખરીની જંગ જોવા છે, તો ભાજપ પણ અહીં ગઠબંધન સાથે ચૂંટણી લડી રહ્યું છે. મિઝોરમના પૂર્વ રાજ્ય પાલ કુમ્માનમ રાજશેખરન, મેટ્રોમેન ઈ, શ્રીધરન સહિત ભાજપના કેટલાક નેતાઓ માટે ચૂંટણી ખૂબ જ મહત્વ પૂર્ણ છે.