Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઘણા લોકો દ્વારા મતદાન જાગૃતિના અભિયાન ચલવવામાં આવી રહ્યા છે જેનાથી લોકોને સમજાય કે તેમનો એક મત કેટલો મહત્વનો છે. ત્યારે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં રાજ્ય માનવ અધિકાર આયોગ અને ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાનો મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જનતાને મતદાનનું મહત્ત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા જાગૃત કરાયા હતા.

રાજ્ય માનવ અધિકાર આયોગ અને ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા નવી દિલ્હી દ્વારા સુરેન્દ્રનગર સી. યુ. શાહ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ભાગવત ધામ ધ્રાંગધ્રામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમને સંબોધતા ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના અધ્યક્ષ રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું કે લોકશાહીમાં નાગરિકો મત આપીને પ્રતિનિધિઓ ચૂંટે છે. આમ લોકશાહીને સફળ બનાવવા મતદાન પ્રાથમિક શરત છે.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણધિકારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ રામ કૃષ્ણ ગૌસ્વામીએ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર સાથે લોકશાહી શાસનની સફળતા અને જિલ્લામાં 75% સુધી મતદાન અંગે વિસ્તૃત વાતચીત કરી હતી. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના નિર્દેશો પછી, આ કાર્યક્રમ ભારતીય ચારિત્ર નિર્માણ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. સંસ્થા. આ કાર્યક્રમમાં બંધારણની કલમ 51-A હેઠળ નાગરિક ફરજોના શપથ પણ લેવડાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.