Abtak Media Google News

પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિ પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં કાર્યરત COVID કેર ડ્રાઈવ અંતર્ગત કોરોનાગ્રસ્ત ગંભીર અસરના દર્દીઓની વ્હારે આવતા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાગરિકોની સુવિધા અર્થે  અર્પિત થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ગુજરાતમાં કાર્યરત થનાર અન્ય 9 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા સંપન્ન થયું હતું. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભા.જ.પા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી અતિથિ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

ભારતભરમાં કોરોના મહામારીમાં અનાથ થયેલા બાળકોને શિક્ષણમાં સહાયરૂપ થવા ફુલસ્કેપ બૂક્સ, નિ:શુલ્ક અપાશે : વ્રજરાજકુમારજી મહારાજ

ભારતના ગૃહ મંત્રી અમિતભાઇ શાહએ જણાવ્યું હતું કે વિપદાના સમયે કોરોના મહામારી વચ્ચે નાગરિકોની સુવિધામાં પૂજ્ય વ્રજરાજકુમારજીના માર્ગદર્શનમાં VYO એ 29 ઓક્સિજન પ્લાન્ટ સમગ્ર ગુજરાતમાં કાર્યરત કર્યા એ બદલ ભારત સરકાર તરફથી અભિનંદન પાઠવું છું. જ્યારે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક હોવા છતાં આપણે હવે તેમાંથી ખૂબ જ ઝડપે બહાર આવી રહ્યા છીએ. કોરોનાની પ્રથમ લહેરમાં દેશભરના શ્રમિકોને VYO જેવી સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી ગઈ હતી ઓક્સિજનની માંગ દૈનિક 800મે. ટનથી વધીને 10,000 મે. ટન સુધી પહોંચી ગઈ હતી, તેવા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે સાથે VYO જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન ઉપલબ્ધ કરવાની પહેલ ખૂબ જ સરાહનીય રહી છે .

ભારતના ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી VYO દ્વારા 2 કરોડના ખર્ચે ગુજરાતના તિલકવાડા, સાગબારા, સોલા, કાઠવાળા, કાલાવડ, કપડવંજ, ભાણવડ, મેહસાણા તથા પોરબંદર ખાતે કલાકે 10,000 લિટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવતો એક પ્લાન્ટ એમ કુલ 9 ટનના પ્લાન્ટનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ

VYO દ્વારા ગુજરાતમાં કુલ 7 કરોડના ખર્ચે 29 PSA ઓક્સિજન પ્લાન્ટ્સ નાગરિકોની સુવિધામાં કાર્યરત કરવામાં આવ્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનએ વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યાએ બદલ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. VYO ખૂબ સુંદર રાષ્ટ્રભક્તિ અને સમાજ સેવાના કામો કરી રહ્યા છે, આ સાથે જ હિન્દૂ ધર્મની સંસ્કૃતિને વધુ લોકો સુધી પહોંચાડીને ગૌરવ વધારી રહ્યા છો એ બદલ અભિનંદન આપું છું. પૂજ્ય વ્રજરાજકુમારજી જીવનની પ્રત્યેક ક્ષણ જે રીતે ધર્મ સેવા, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા અર્થે લગાવી રહ્યા છે એ બદલ ગુજરાત ગૌરવની લાગણી અનુભવે છે.” આ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં વ્યો સંસ્થાને  VYO USA પરિવાર  VYO UK પરિવાર ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ સીરામીક) સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP)  બોડલ કેમિકલ લિમિટેડ, આલ્પ્સ કેમિકલ લિમિટેડ એ સહયોગ પ્રદાન કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.