Abtak Media Google News

કેમીકલયુકત પાણી બંધ કરાવવા શહેરીજનોની માંગ

વઢવાણ શહેરની અંદર ઘરે-ઘરે અને ઠેર-ઠેર બાંધણીના ઉદ્યોગે ગેરકાયદેસર રીતે માઝા મૂકી છે ત્યારે શેરી ગલીઓમાં પણ બાંધણીઓ ના રંગાટ જે ગામ બહાર હોવા જોઈએ જે શેરી ગલીઓમાં કરી રહ્યા હોવાની અનેક પ્રકારની ફરિયાદો ઉઠી છે આમ છતાં પણ તંત્ર નિર્ભર રીતે જેની તપાસ કે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે વઢવાણ શહેરમાં રોગચાળો ફેલાવાનો પણ ભય પ્રસરી રહ્યો છે

ત્યારે આ કેમિકલ યુક્ત પાણી વઢવાણની દરેક શેરી ગલીઓમાં ઉભરાય અને રોડ પર વહી રહ્યું છે ત્યારે વઢવાણની જનતાને આ પાણીના કારણે ચામડીના પણ અસંખ્ય રોગ વકરી રહ્યા છે ત્યારે વઢવાણ શહેરમાં બાંધણીના રંગ ઘટના અંદાજીત ૫૦૦ થી વધુ ઘરોમાં રંગાટ કામ ચાલી રહ્યું છે ત્યારે આ રંગાટીકામ માં કામ કરતા કારીગરોની પણ જિંદગી હોમાઈ રહી છે

હાલ તો વઢવાણ શહેરમાં ઠેરઠેર આ રંગાટ કામો ચાલી રહ્યા છે ત્યારે વઢવાણ શહેરની જનતા આ  રંગાટ ના પાણી શહેરની ગલીએ ગલીએ ઉભરાય અને બહાર રોડ રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે આ કેમિકલ તેઓ અતિશય હાનિકારક હોવાનું શહેરની જનતા ચર્ચાઈ રહી છે ત્યારે આરોગ્ય તંત્ર કે નગરપાલિકા કે ધારાસભ્ય કે સાંસદ આ અંગેની કોઈ તપાસ કરી.અને દરકાર કરવામાં આવતી ન હોવાનું જનતામાં ચર્ચાઈ રહ્યું છે

વઢવાણ શહેરમાં શહેરની ગલીઓમાં તો પાણી ઉભરાઈ ને બહાર આવી રહ્યા છે પરંતુ વઢવાણ શહેરના ભોગાવો નદીમાં પણ આ કેમિકલ યુક્ત પાણી શહેરની ગટરો માંથી વહીને જાય છે ત્યારે આ ભોગાવો નદી પણ પ્રદૂષિત થઈ રહી છે ત્યારે વઢવાણ શહેર ને આ બાંધણી ઉદ્યોગ વ્યવસાય તરીકે તો બરાબર છે પરંતુ લાખોની જનતા ના  ઉપર પણ ખતરો ઉભો થયો છે ત્યારે ઘટતું કરવા અથવા તો કેમિકલયુક્ત પાણી બંધ કરાવવા માટેની શહેરી જનતામાંથી માંગ ઉઠવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.