વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન કરી રહી છે વેકેશન એન્જોય, સામે આવી સુંદર તસવીરો

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ વહીદા રહેમાન, આશા પારેખ અને હેલેન રિયલ લાઇફમાં ખૂબ સારા મિત્રો છે. આ ત્રણેય ઘણી વાર એક સાથે સમય વિતાવતી નજરે આવે છે. વહીદા, આશા અને હેલેન અત્યારે અંડમાનમાં એક સાથે રજાઓ માણી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.

આ તસવીરો ફિલ્મ નિર્માતા તનુજ ગર્ગએ તેના સોશ્યિલ મીડિયા પર શેર કરેલી છે. આ ફોટામાં વહીદા,આશા અને હેલેન બોટ પર લાઇફ જેકેટ્સ પહેરીને અને રાઇડની સવારી કરતા પહેલા કેમેરામાં પોઝ આપ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by TANUJJ GARG (@tanuj.garg)


બીજી એક તસ્વીરમાં વહીદા ડ્રાઈવર સીટ પર બેઠી જોવા મળે છે. બીજી એક તસ્વીરમાં આશા સાથે વાતચીત કરતી જોવા મળી છે. આ તસ્વીરને પોસ્ટ કરતા તનુજ ગર્ગએ લખ્યું છે કે, ‘10.5.21ની પહેલી પીકચર…. અગર દિલ ચાહતા હૈ ત્રણ ગ્રેટ લોકો સાથે ફરી પાછી બને તો એ દિગ્ગજ લોકો હશે વહીદા રહેમાન, આશા પારેખ, અને હેલેન. પોતાની રિટાયરમેન્ટના વર્ષોમાં મજા કરે છે. અંડમાનમાં હોલીડે મનાવી રહી છે. આ જોય મારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ.’

આશા પારેખ, હેલેન અને વહીદા રહેમાન, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે. આ ત્રણેયે 50ના દસકામાં સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે વહિદા રેહમાન અને આશા પારેખ પ્રખ્યાત અગ્રણી અભિનેત્રીઓ હતી, જ્યારે હેલેને આઇટમ નંબર વડે દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું.