Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજયમા કાયદો અને વ્યવસ્થાની  પરિસ્થિતિને વધુ સુદ્દઢ બનાવવા માટે   677 બિન હથીયારી એએસઆઈને 11 માસના હંગામી ધોરણે પીએસઆઈ તરીકે એડહોક પ્રમોશન આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય રાજય સરકાર  દ્વારા લેવામાં આવ્યો હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંંહ જાડેજાએ  જણાવ્યું હતુ.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના 677 બિન હથિયારી અજઈં ને હંગામી ધોરણે 11 માસ માટે ઙજઈં તરીકે એડહોક પ્રમોશન આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયેલ છે.  તેઓએ ઉમેર્યુ હતુકે,  બિન હથિયારી અજઈં ને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી  ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી અજઈં ને 11 મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે ઙજઈં તરીકે એડહોક પ્રમોશન અપાશે.

ગુન્હાની તપાસ, તેને લગતા સાધનીક કાગળો તૈયાર કરવાની કામગીરી, નિવેદનો મેળવવા, ગુન્હાને સબંધિત પુરાવાઓ એકત્રિત કરવા, કેસની તપાસ કરવામાં તથા  નામદાર કોર્ટમાં મુદત્ત સમયે હાજરી આપવામાં ઙજઈં ની ભૂમિકા ચાવીરૂપ હોય છે. વધુમાં ઙજઈં ની સેવાઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત કુદરતી આપત્તિ તથા રાજ્યની મુલાકાતે આવતા મહાનુભાવોની સુરક્ષા અને સલામતી માટે પણ ખુબજ મહત્વની બને છે. આ નિર્ણયના ફળસ્વરૂપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનશે તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણને અટકાવવા રાત-દિવસ સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તેઓની ફરજો વધુ ઉત્સાહ પૂર્વક બજાવવાની પ્રેરણા મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.