Abtak Media Google News

ગુજરાતમાં મોઢેરા બે રીતે  વિશ્ર્વવિખ્યાત છે. એક મોઢેરાનું સૂર્યમંદિરને બીજું શ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું ભવ્ય મંદિર મોઢ સમસ્ત,એમાં મોઢ બ્રાહ્મણ,મોઢ વણિક- આવી મોઢ ૧૭ જ્ઞાતિશ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજીને પોતાના માતાજી તરીકે પૂજે છે.મહેસાણાના મોઢેરા સિવાય ગુજરાતમાં શ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું મંદિર નથી. મોઢેરામાં ભવ્યતાતિ ભવ્ય માતંગી માતાજીનું મંદિર પછી સૌરાષ્ટ્રમાં માતંગી મોઢેશ્ર્વરી માતાજીએ બેસણાં કર્યાં છે.

મોરબીના તિથવા ગામની ભાગોળે ચોગરદમ વનરાઈ, લીલાછમ ડુંગરાઓ અને શ્રી ભંગેશ્ર્વર મહાદેવ મંદિરની બાજુમાં ગુજરાતનું બીજા નંબરનું શ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજી મંદિરશ્રી માતંગી મોઢેશ્ર્વરી માતૃસંસ્થાન દ્વારા આછા ગુલાબી રંગનું કલાનયન કલાત્મક ભવ્યતાતિભવ્ય શિખરબંધ ગુંબજવાળું, લંબાઈ ૪૦  ફુટ,પહોળાઈ ૩૬ ફુટઊંચાઈ ૪૨ ફુટવાળું આ મંદિર એક એકર અઢી વીઘામાં બનાવાયું છે. ત્રણ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા આ મંદિરની સાથે સુવિધાયુકત આવાસ ભવનનું નિર્માણ સ્વચ્છ સુંદર અને સુવિધાયુકત રસોઈધર તથા ભોજનાલય, વાસ્તુશાસ્ત્ર મુજબ યજ્ઞવેદી બનાવી યજ્ઞશાળાનું નિર્માણ, પ્રાર્થના સત્સંગ માટે હોલનું નિર્માણ,ગૈમાતાની સેવા માટે ગૌશાળાનું નિર્માણ, ધાર્મિક-આધ્યાત્મિક અને સમાજમાં સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટેનું સાહિત્ય માસિક વગેરે પ્રકાશન કરવાનું તથા એવું પુસ્તકાલયનું આયોજન કરવું સંસ્કૃત ભાષા તથા આપણી શાસ્ત્રોકત, કર્મકાંડ, ભાગવત જ્ઞાન પારાયણ યજ્ઞ,યજ્ઞાદિ ક્રિયા કરાવવા માટે વિદ્વાન શાસ્ત્રી પંડિતોને તૈયાર કરવાની પાઠશાળા વિદ્યાલયનું આયોજન કરવું આયુર્વેદીક ઔષધાલય તથા પશુ ચિકિત્સાલયનું આયોજન સ્વચ્છ પાણી તથા બાગ-બગીચા,બાલ ક્રીડાંગણ અને પક્ષીઓના ચણ માટે ચબુતરો વગેરેનું આયોજન કરવું મંદિર આસપાસ ૩૦૦૦ વૃક્ષો વાવી દેવાયાં છે.માનું ધામ બનાવવા માટે ઉદાર હાથે સહયોગ કૃષ્ણભાઈ નરહરિભાઈ પંડયા પરિવાર.મોમ્બાસા આફિકાવાળા, મંદિરના નિર્માણ માટે ભુમિદાન પ્રીતીબહેન ધર્મેન્દ્રભાઈ લાભશંકરભાઈ જોશી પરિવાર,ગુજરાતના ઘણા મોઢ જ્ઞાતિ રત્નોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો,સૌરાષ્ટ્રમાં અદ્રભુત નવું નવલું માનું ધામ આકાર લઈ સાકાર બની જતાં મોઢ જ્ઞાતિમા હર્ષોલ્લાસ છલકાતો હતો, તિથવાની પુણ્ય ભૂમિ પર શ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ હતો, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અધ્યક્ષપદે વિદ્વાન શાસ્ત્રી  હિંમતલાલભાઈ વિઠ્ઠલભાઈ જોશી તથા આચાર્યપદે શાસ્ત્રી બળવંતરાય લક્ષ્મીશંકર દવે બિરાજ્યા છે. માતંગી માતાજીની આરસની મૂર્તિ મોઢેરાસ્થિત જે મૂર્તિ છે એવી હૂબહૂ જયપુરના શિલ્પકારે બનાવી છે. સૌરાષ્ટ્રમાં તિથવા પાસે ભંગેશ્ર્વર મહાદેવ મંદિર અતિપ્રાચીન છે. હવે આજુબાજુમાં ભીમેશ્ર્વર મહાદેવ,મા ઉમિયાધામ,શ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજી મંદિર બની જતાં આ તપોભૂમિ તીર્થધામ બની ગયું છે.હજુમાં શકિત માતાજીનું મંદિરને ભારત માતા મંદિર ભવિષ્યમાં બનવાનાં છે.અહી પાંડવો પણ રહી ગયા હતા એવીલોકવાયકા છે.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આયોજનમાં ૫૦૦૦ મોઢ જ્ઞાતિના માઈ ભકતો અને સંતો-મહંતો આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.