Abtak Media Google News

ઈશ્વર જ હોય છે અંતિમ આશ

જયપુરથી કરણીમાતાના મંદિરની આશરે 1100 કિ.મીની લાંબી ભક્તિયાત્રાને દંડવત પ્રમાણ કરીને 860 કિ.મીનું અંતર પાર કરી ચૂકયા છે ગુલાબસિંહ નામના સેવાનિવૃત્ત તબીબ

પશુ પક્ષી પણ સમજે છે ભક્તિનું મૂલ્ય: 12 સમડીનું ઝુંડ માતાજીની આરતી વેળાએ મંદિરની ટોચના આકાશી વિસ્તારમાં મંડરાય છે

ભારતીય ધર્મ સંસ્કૃતિમાં ભક્તિ અને ભગવાન પ્રત્યે આસ્થા અને વિશ્વાસનું અનેરુ મહત્વ છે. શ્રદ્ધાળુઓ પોતાના અને પરિવારના સુખી જીવન માટે તથા વિવિધ અસંભવ કાર્યોને પાર પાડવા માટે અથવા તો દુ:ખ, યાતના, બીમારી, તણાવ વગેરે દૂર કરવા માટે અંતિમ આશરે અને સહારો ઈશ્વરને જ માને છે, તથા તેને દૂર કરવા માટે અનેક પ્રકારના જીવના જોખનો ઉઠાવીને પણ પ્રયત્નો કરતા હોય છે. ભક્તિમય રસમને અપનાવીને વિવિધ આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરવા માટે ભગવાન સમક્ષ શ્રદ્ધાભાવથી શીશ નમાવીને માનતા, આખડી, બાધાઓ રાખે છે. આવુ જ કંઇક તાજેતરમાં પણ બન્યુ છે. રાજસ્થાનના જયપુરથી તનોટ માતાના મંદિર સુધીની લાંબી ભક્તિયાત્રા એક ભાવિકે દંડવત પ્રમાણ કરતા-કરતા પહોંચવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં માતાના આ લાલએ 860 કિ.મી. સુધીની સફર પૂરી કરી ચૂકયા છે.

માના રથની પરિક્રમાનું અહીં અનેરુ મહત્વ રહેલુ છે. કહેવાય છે કે કરણીરથની પરિક્રમા કરવાથી ભયંકર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તેથી ગુલાબસિંહ નામના એક સેવાનિવૃત ચિકિત્સક દરરોજનું 2 કિ.મી.નું અંતર કાપીને કરે છે. એટલું જ નહીં આ ભક્તિયાત્રામાં તેની સાથે કરણીરથની ભક્તિ સેના પણ જોડાઇ છે.

કરણી રથની ભક્તિ સેના દ્વારા શ્રદ્ધાળુઓ અને માનતા પુરી કરવા જતા ભકતજનો માટે આરતીના સમયે પ્રસાદ-પાણીની તેમજ છાંયડાની વિશેષ સુવિધા કરી આપવામાં આવે છે. માનતા પૂરી કરવા જઇ રહેલા ડોકટર ગુલાબસિંહ વિશ્ર્વ કલ્યાણ તથા કરણીમાતાના નેવડી ધામ સ્થિત કલ્પવૃક્ષને હરિયાળુ કરવાની ભાવનાને લઇને જયપુરથી તનોટ માતાની આશરે 1100 કિ.મી.ની લાંબી ભક્તિયાત્રા કનક એ ‘દંડવત પ્રણામ’ કરીને કરવાની મનોકામના સાથે ગત 23 સપ્ટેમ્બર-2020ના આ યાત્રા શરૂ કરી હતી તેમાંથી આશરે 860 કિ.મી.ની દૂરી સફળતા પૂર્વક પસાર કરી ચૂકયા છે.

યાત્રા દરમિયાન કરણીમાતાના ભકતો શ્રદ્ધાળુઓને દંડવત કરીને પૂર્ણ કરાવવામાં મદદ કરે છે. અને શ્રદ્ધા સહિત યાત્રિક દરરોજની 2 કિલોમીટર પસાર કરીને આગળ વધી રહ્યા છે. બે દિવસ પૂર્વે રવિવારે રામદેવરા સીમાથી આગળ પોકરણ હાઇ વે પર કરણી ભકતો દ્વારા તેનું ભકિત ભાવ સહિત સ્વાગત અને અભિનંદન કરવામાં આવે છે.

એક ડઝનથી વધારે સમડીનું ઝુંડ માતાની આરતી વેળાએ પહોંચી જાય છે!!

માનવોની જેમ પશુ-પક્ષીઓ પણ કયારેય પોતાના ભાવ દ્વારા વિશેષ રીતે આસ્થા પ્રગટ કરે છે. કરણી માતાની આરતીના સમયે પણ આવુ જ બને છે. દરરોજ સવારે 11.30 વાગ્યે થતીમાં કરણીની આરતીના સમયે 12 સમડીઓનુ એક ઝુંડ આકાશમાં આમતેમ મંદિરની ટોચ પરના વિસ્તારમાં મંડરાતુ નજર આવે છે. અને આ ક્રમ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે. લોકો આ સમડીઓને ભકતકરણી માતાનું સ્વરૂપ માને છે. માતાની આરતીના દર્શન કરવા હજજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે અને મા કરણીના ભકિતનાદ-જયનાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.