વણાકબારા: સેલ્ફ હેલ્થ ગ્રુપના બહેનો માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન

જિલ્લા બાળ સુરક્ષા અને ચાઈલ્ડ લાઈન દીવ દ્વારા ક્રાર્યક્રમ સંપન્ન

દીવનાં કલેકટર સલોની રાય અને દીવનાં મામલતદાર સી.ડી.વાંજાનાં માર્ગદર્શનમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને ચાઈલ્ડ લાઈન દીવના સયુકત પ્રયાસોથી બાળ અધિકાર, બાળ સરક્ષણ, મહિલા હેલ્પલાઇન, તેમજ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ નાં સંદર્ભમાં માહિતી અને સમજણ માટે વણાકબારાના જય રામાપીર અને કાલેશ્વર સેલ્ફ હેલ્પ ગ્રુપના બેહેનો  માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન થયું હતું. આ જાગરૂકતા કાર્યક્રમ સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દાદરા નગર હવેલી અને  દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં કરવામાં આવેલ હતો.

આ જાગરૂકતા કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તેમજ ચાઈલ્ડ લાઈનના સ્ટાફ દ્વારા બાળ અધિકાર, બાળ સરક્ષણ, તેમજ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮, મહિલા હેલ્પલાઈન ૧૮૧, વિધવા પેન્શન, વરિષ્ઠ નાગરિક પેન્શન, વરિષ્ઠ નાગરિક પરિચય પત્ર મુદ્દાઓ વિશે વિસ્તૃતથી માહિતી અને સમજણ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવમાં આવેલ હતું. તેમજ લોકોને ચાઇલ્ડ લાઈન દીવ ના કો-ઓર્ડીનેટર ભાસ્કર મહેતાએ જણાવેલ કે, જીલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાંઆવી હતી. બાળમજૂરી અને બાળયૌન શોષણ,બાળ જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે આ જાગરૂકતા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે.

આ જાગરૂકતા કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તેમજ ચાઈલ્ડ લાઈનના સ્ટાફના સંયુક્ત પ્રયસો થકી સાકાર થયો હતો. તેમજ આ કાર્યક્રમ  જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમ સામાજિક અંતર સાથે કરવામાં આવેલ હતો.