- વિવધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
- મોરબી મંદિરનાં કોઠારી પૂજ્ય આત્મ કીર્તિ સ્વામી રહ્યા હાજર
- ગાયત્રી શક્તિપીઠના અગ્રણી અશ્વિન રાવલ રહ્યા ઉપસ્થિત
- બહોળી સંખ્યામાં હરિભક્તો રહ્યા ઉપસ્થિત
વાંકાનેરનાં BAPS સ્વામીનારાયણ મંદિર નો 17 મો પાટોત્સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો. મનોરમ્ય મીની હિલ પર આવેલ સ્વામીનારાયણ મંદિરની 17 વર્ષ પૂર્વે પ્રમુખ સ્વામીનાં કૃપા પાત્ર સંત પૂજ્ય ડોકટર સ્વામીનાં હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. મંદિર નિર્માણ કાર્યનાં પાયામાં પૂજ્ય હરીસ્મરણ સ્વામી, સ્વ. પી. વી. આશર, જયેશ રામાણી જેવા અનેકવિધ હરિભક્તોએ અથાગ જહેમત ઉઠાવી હતી.. પાટોત્સવ વિધિમાં મોરબી મંદિરનાં કોઠારી પૂજ્ય આત્મ કીર્તિ સ્વામીએ ખાસ હાજર રહી ધાર્મિક પૂજન વિધિ, થાળ, આરતી કરાવી હતી. આ તકે ગાયત્રી શક્તિપીઠના અગ્રણી અશ્વિન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વાંકાનેર BAPS સત્સંગ મંડળ નાં અગ્રણી જયેશ રામાણી, બાલકૃષ્ણ કાચા સહિતનાં હરિભક્તોએ સ્વામીનું ફૂલહાર થી સન્માન કર્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, વાંકાનેરનાં baps સ્વામી નારાયણ મંદિરનો 17 મો પાટોત્સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો. વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર મનોરમ્ય મીની હિલ પર આવેલ સ્વામી નારાયણ મંદિર ની 17 વર્ષ પૂર્વે પ્રમુખ સ્વામી નાં કૃપા પાત્ર સંત પૂજ્ય ડોકટર સ્વામી નાં હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. મંદિર નિર્માણ કાર્ય નાં પાયા માં પૂજ્ય હરીસ્મરણ સ્વામી, સ્વ. પી. વી. આશર, જયેશભાઈ રામાણી જેવા અનેકવિધ હરિભક્તો એ અથાગ જહેમત ઉઠાવી હતી.
પાટોત્સવ વિધિ માં મોરબી મંદિર નાં કોઠારી પૂજ્ય આત્મ કીર્તિ સ્વામી ખાસ હાજર રહી ધાર્મિક પૂજન વિધિ વિધિ, થાળ, આરતી કરાવી હતી. આ તકે ગાયત્રી શક્તિપીઠ નાં અગ્રણી અશ્વિન ભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ પાટોત્સવ પૂજન વિધિ નો હરિભક્તો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. વાંકાનેર baps સત્સંગ મંડળનાં અગ્રણી જયેશ રામાણી, બાલકૃષ્ણ કાચા સહિતનાં હરિભક્તો એ સ્વામીનું ફૂલહાર થી સન્માન કર્યું હતું.