વાંકાનેર: ભૂસાની આડમાં ટ્રકમાં છુપાવેલ અંગ્રેજી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ભૂસાની આડમાં ટ્રકમાં છુપાવેલ અંગ્રેજી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનનાં શખ્સોને મોરબી એલસીબીએ ઝડપી લીધા છે.

રાજસ્થાનથી ગાંધીધામ લઈ જતા દારૂનાં જંગી જથ્થાને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ. 36,17,900 નાં મુદામાલ સાથે આરોપી લાલૂ રામ વિજય રામ મીણા તથા પિંટૂ માંગીલાલ ડાંગીની ધરપકડ કરવામાં આવી છે.

હજુ જ્યારે અન્ય બે આરોપી પકડાવા બાકી છે. મોરબી એલસીબી પીઆઈ એમ. આર. ગોઢાણીયા સહિતની ટીમ દ્વારા આ દારૂ નો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો