Abtak Media Google News

સાડાત્રણ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમા નામ ખૂલતા કરી ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા એન.ડી.પી.એસનો ગુન્હો શોધી કાઢેલ હોય જે ગુન્હાની તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા આપેલ હોય જે ગુન્હાના મુળ સુધીની તપાસ કરવા સુચના આપેલ હતી. જેને લઇ એનડીપીએસ ના કેસમા વધુ એક આરોપીને જામનગરથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે પકડી પાડ્યો છે.

મળતી માહીતી મુજબ મોરબી એસ ઓ જી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાંથી સાડા ત્રણ કિલો ગાંજા સાથે એક મહિલાને પકડી પાડી હતી અને આ ઝડપાયેલ મહીલા આરોપીની સધન પુછ્પરછ કરી 3.5 કીલો ગાંજો જામનગરનાં બોદુભાઈને વેચાણ આપવાનો હોવાનું જણાવેલ હોય જેથી જામનગર જઈ બોદુભાઈ બાબભાઈ ખફી નામના આરોપીને દબોચી લઈ પોલીસ સ્ટેશન લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.