- જામસર ચોકડી પાસે ગ્રામજનોએ કર્યો ચકકાજમ
- ગઈ કાલે બાઈક સવાર પરિવારને ડમ્પરે હડફેટે લેતા 6 વર્ષના માસૂમનું થયું મો*ત
- ડમ્પર ચાલકને તાકીદે ઝડપી પાડવા માંગ
વાંકાનેરના જામસર ચોકડી પાસે ગતરોજ ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક સહિત બાઇક પર સવાર પરિવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 6 વર્ષીય બાળકનું આજે સારવાર દરમિયાન મો*ત નીપજ્યું છે. જ્યારે માતા-દીકરી હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અનુસાર માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના જામસર ચોકડી પાસે ગ્રામજન એ ચકકાજમ કર્યો હતો. ત્યારે ગઈ કાલે બાઈક સવાર પરિવારને ડમ્પર ચાલકે હડફેટે લેતા 6 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં ચક્કાજામ કર્યો હતો. ગઈકાલે જામસરનાં રહીશ કુંવરજી રાતોજા પોતાની પત્ની અને બે બાળકો સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ ઉપરાંત બાઈક સવાર પરિવારને ડમ્પર ચાલકે હડફેટે લેતા 6 વર્ષનાં માસૂમ બાળકનું મોત થયું હતું. જ્યારે પત્ની અને નાની બાળકીને ગંભીર ઈજા થઈ હતી. ત્યારે આજરોજ નાસી છૂટેલા ડમ્પર ચાલકને તાકીદે ઝડપી પાડવાની માંગ સાથે ગ્રામ જનો માર્ગ પર ઉતરી આવ્યા હતાં.
અહેવાલ : કેતન ભટ્ટી