કારમાં CNG ફિટ કરાવવું છે ?? 15 દિવસનું વેઈટિંગ !!!

પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે. છેલ્લા છ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આસમાન પહોંચ્યા છે. ત્યારે હવે કાર ચાલકો પોતાની ફોર વ્હીકલને પેટ્રોલ-ડીઝલના બદલે સી.એન.જી. થી ચલાવવા કીટ ફીટ કરાવી રહ્યાં છે. જેમાં મોંઘી લક્ઝુરિયસ કાર પણ બાકાત નથી રહી. સાદી કાર વેનથી લઇ લક્ઝુરીયસ કારોનું પણ સી.એન.જી.માં ક્ધવર્ટ કરવાનું વધી રહ્યું છે.

સી.એન.જી. કીટ ફીટ કરી આપનાર ધંધાર્થીને ત્યાં થોડા સમયથી સી.એન.જી. કીટ ફિટીંગ માટે જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા દરરોજની 3 થી 5 સી.એન.જી. કીટ ફીટ કરવામાં આવતી હતી ત્યારે હવે દરરોજની 12થી વધુ સી.એન.જી. કીટો ફીટ કરવામાં આવે અને 10 થી 15 દિવસનું વેઇટીંગ જોવા મળી રહ્યું છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા લોકો ફોર વ્હીકલમાં સી.એન.જી. કીટ ફીટ કરાવે છે, લાંબુ વેઇટીંગ: પ્રતાપભાઇ ડોડિયા (મોમાઇ મોટર્સ)

‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન મોમાઇ મોટર્સના ઓનર પ્રતાપભાઇ ડોડિયાએ જણાવ્યું હતું કે દિવસેને દિવસે પેટ્રોલ-ડિઝલ પોસાતું નથી. તેની સી.એન.જી. તરફ વળ્યાં છે. સાદી કાર, સ્કૂલ વાન બાદ હવે તો વેન્યૂ, આઇ-20, ક્રેટા સહિત બી.એમ.ડબલ્યૂ કાર પણ કેટલાંક લોકો સી.એન.જી.માં ક્ધવર્ટ કરાવી રહ્યાં છે. પહેલા દિવસમાં 4 થી 5 કારમાં સી.એન.જી. કીટ ફીટ કરતા હવે દરરોજની 12 જેટલી કારમાં કીટ ફીટ કરીએ છીએ. માણસો ઓછા પડે છે. અત્યારે સી.એન.જી. કીટ ફીટીં માટે 15 થી 18 દિવસનું વેઇટીંગ જોવા મળે છે. એક કારમાં સી.એન.જી. કીટ ફીટ કરતા દોઢ બે કલાકનો સમય લાગે. અમે ઘણા વર્ષોથી સી.એન.જી. કીટ ફીટીંગનું કામ કરીએ છીએ. જેમાં અત્યાર સુધી ઘણી બધી ગાડીમાં સી.એન.જી. ફીટ કરી છે. અને પેટ્રોલ-ડીઝલ કરતાં અનેકગણું સસ્તુ સી.એન.જી. છે. તેથી લોકો સી.એન.જી. તરફ વળ્યાં છે.