Abtak Media Google News

ઉપલા કાંઠા વિસ્તારના રહેવાસીઓ માટે કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલે તા.15થી 21 દરમિયાન દરરોજ 100 દર્દીઓને એચઆરસીટી સ્કેન વિનામૂલ્યે કરી આપવાનું હોસ્પિટલના એમ.ડી. જગજીવનભાઇ સખીયાએ જાહેર કર્યુ છે.

ઉપલાકાંઠા વિસ્તારની ગોકુલ હોસ્પિટલ એક માત્ર એવી હોસ્પિટલ છે જયાં દરેક પ્રકારના સુપર સ્પેશિયાલિટી ડોકટરો સેવા બજાવે છે, ઉપરાંત ઇમર્જન્સી, પેથોલોજી અને રેડિઓલોજીની સેવાઓ પણ 24 કલાક સાતેય દિવસ ઉપલબ્ધ છે. અહીં સીટી સ્કેન સહીતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં વૈશ્ર્વિક બીમારી કોરોનાએ જયારે સમગ્ર વિશ્ર્વને ભરડામાં લીધો છે. ત્યારે એમાં રાજકોટ પણ બાકાત નથી. અને દિવસેને દિવસે કોરોનાના દર્દીઓમાં ઉત્તરોતર વધારો થતો જાય છે. આ વિષમ 5રિસ્થિતિએ સમાજની દરેક વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક બધી જ રીતે નુકશાન પહોચાડ્યું છે.

કોરોનાની પાયાની તપાસ એટલે એચઆરસીટી એટલે કે ફેફસાનો સીટી સ્કેન જેના પરથી કોરોના થકી ફેફસાને કેટલું નુકસાન થયું છે. તેની તપાસ થાય છે. સમાજનો દરેક વ્યક્તિ આ ટેસ્ટ કરાવી શકે એ હેતુથી છેલ્લા કેટલાયે સમયથી આ ટેસ્ટ માત્ર રૂ.1500માં કરવામાં આવે છે. કોરોના ગરીબ કે તવંગર જોઇને નથી આવતો અને ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિઆ ટેસ્ટથી બાકાત ન રહે એ હેતુથી ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ આ સૂત્ર આત્મસાત કરી ગોકુલ હોસ્પિટલના મેનેજીંગ ડાઇરેકટર જગજીવનભાઇ સખીયા તેમજ વિજયાબેન જગજીવનભાઇ સખીયા દ્વારા 15મી એપ્રિલ ગુરુવારથી 6 દિવસનો સેવા યજ્ઞ શરૂ કરવાની જાહેરાત કરી છે. તા.15થી 21 એપ્રિલ, 2021 (રવિવાર સિવાય)સુધી દરરોજ ઉપલાકાંઠા વિસ્તારના 100 દર્દીઓને એસઆરસીટી સ્કેન તદ્દન નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ માટે ઉપલાકાંઠા વિસ્તારના રહેવાસીઓએ પોતાનું આધાર કાર્ડ બતાવી રજીસ્ટે્રશન કરવવાનું રહેશે તેમ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.