ઔરંગઝેબને 52 વખત હાર આપેલ મહારાજા છત્રસાલના ભવ્ય ઈતિહાસ વિશે જાણવું છે ? આ વેબસાઈટની લો મુલાકાત

હિતેશ રાવલ, સાબરકાંઠા:

ભારતમાં સાડા ત્રણસો વર્ષ પહેલાનો અમર ઈતિહાસ ધરાવનાર મહારાજા છત્રસાલનો ઈતિહાસ હાલના તબક્કે નામશેષ થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના રહેવાસીએ કરોડો રૂપિયાના ખર્ચે વિસરાઈ રહેલા ઇતિહાસને વેબથી અને ડિજિટલ માધ્યમોથી જાગૃત કરવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.

ભારતમાં મુઘલ સામ્રાજ્ય વખતે મહારાજા શિવાજીના સમર્થક રહેલા તેમજ ઔરંગઝેબને 52 વખત હરાવેલા મહારાજા છત્રસાલ હાલના તબક્કે વિસરાઈ જવા પામ્યા છે. આ મહાનાયક અને સ્વાતંત્ર્ય સેનાનીનો ઈતિહાસ જાગૃત કરવા તેમજ લોકો સુધી માહિતી પહોંચાડી સતત લોકોના મનમાં જીવંત રાખવા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તેમજ તેમના એનઆરઆઈ ભાઈ દ્વારા હિંમતનગર ખાતેથી છત્રાલ નામની વેબસાઇટ બનાવવામાં આવી છે. જે હાલના તબક્કે ૬ કરોડથી વધારે લોકો સુધી પહોંચતી થઈ છે.

મહારાજા છત્રસાલ દ્વારા લેવાયેલા પગલાં અને કરાયેલા કામો અંગે વેબમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જેમાં હાલમાં ૨૦ જેટલા ભાગ બનાવાયા છે. પ્રત્યેક ભાગમાં મહારાજા છત્રસાલ દ્વારા લેવાયેલાં પગલાઓની જાણકારી આપવાની સાથોસાથ આગામી પેઢીની ચિંતા કરાયા હોવાનું પણ જણાવાયું છે. ફિલ્મમાં છત્રસાલની ઓળખ તેમજ કામગીરી અંગેની જાણકારી અપાઈ છે.

આ વેબસાઇટ અંગે વિશેષ માહિતી આપવા હિંમતનગર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આગામી સમયમાં આ અંગે એક ફિલ્મ પણ બનાવાય એમ સૌ કોઈએ વિશેષ આગ્રહ કર્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં સ્થાનિકો વહીવટી તંત્ર તેમજ સામાજિક આગેવાનો મહારાજા છત્રસાલ અંગે વિસરાતા જતા ઇતિહાસને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે જે કેટલો સફળ બને છે..?