Abtak Media Google News

લજાઇ જીઆઇડીસીમાં છુપાયેલા ફરાર બુટલેગર બેલડી પોલીસને જાહેઈ ભાગી ગઇ, દારૂ સાથે  ચાર પકડાયા

ક્રાઈમ બ્રાંચની ટીમે ટંકારા  પોલીસને  સાથે રાખી દરોડો પાડયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દારૂની હેરાફેરીનું મસમોટું નેટવર્ક ધરાવતા અને એક સમયના પોલીસના માનીતા બુટલેગર તરીકે ઉપસી આવેલા જંગલેશ્વરના કુખ્યાત ફિરોઝ સંધી અને સાગરીત ધવલ સાવલિયાએ ટંકારા નજીક લજાઇ જીઆઇડીસીના ગોડાઉનમાં છૂપાવેલો રૂ.13.68 લાખની કિંમતના દારુ સહિત 17 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ શખસને ઝડપી લીધા છે. ફરાર ફિરોઝ અને ધવલને પકડવા ગયેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમને આરોપી તો ન મળ્યા પણ દારૂનો મોટો જથ્થો મળી આવતા ટંકારા પોલીસને સાથે રાખીને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, દારૂના ગૂનામાં ફરાર બુટલેગર ફિરોઝ સંધી અને તેના સાગરીત ધવલ રસીકભસાવલીયાને શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચ શોધી રહી હતી. બન્ને આરોપી ટંકારા નજીક છુપાયા હોવાની રાજકોટ ક્રાઈમ બ્રાંચના સુભાષભાઈ ઘોઘારી તથા દેવાભાઈ ધરાજીયાને સચોટ બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની એક ટીમે ટંકારા પોલીસને સાથે રાખી લજાઈ જી.આઈ.ડી.સી વિસ્તારમાં સીલ્વર રીસાયકલ ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉનની બાજુમા નવા બનેલા ગોડાઉનમાં છાપો માર્યો હતો.

ગોડાઉનમાં તપાસ કરતા ફિરોઝ કે ધવલ નો ન મળ્યા પરંતુ સફેદ કલરની જીજે-03-બીડબ્લ્યુ-1619 નંબરની બોલેરોમાં દારૂની પેટીઓ સાથે રાજસ્થાનના ચીત્તોડગઢના ડૂંગલાનો દિનેશ શાંતિલાલ મીણા, શંભુલાલ પદમસિંગ મીણા, દુર્જનસિંગ પદમસિંગ સિસોદીયા અને બુટલેગર ધવલ સાવલિયાનો ભાઈ જેસન સાવલિયા મળી આવ્યા હતા. જીપ ઉપરાંત ગોડાઉનમાંથી પણ દારૂનો જથ્થો મળી આવતા  રૂ.13,68,000 ના કિંમતની દારૂની 3648  બોટલ તેમજ જીપ અને મોબાઇલ સહિત રૂ.17 લાખનો મુદ્દામાલ ટંકારા પોલીસે કબજે કર્યો હતો.

બુટલેગર ધવલના ભાઈ જેસને દારૂનો જથ્થો તેના ભાઇ ધવલ રસીકભાઈ સાવલીયા તથા ફીરોજ હાસમ સંધીએ મગાવ્યાની કબૂલાત આપતા એ બન્નેની શોધખોળ ચાલુ છે. ટંકારાના પીએસઆઇ એસ.એમ.રાણા અને સ્ટાફ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ પી.બી જેબલીયા, વિક્રમભાઇ ગમારા, સુભાષભાઈ ઘોઘારી, જીગ્નેશભાઇ મારૂ,દેવાભાઇ ધરજીયા, પ્રતાપસિંહ મોયા, નિતેષભાઇ બારૈયા, મેસુરભાઇ કુભારવાડીયાએ કરેલી કામગીરીની ઉચ્ચ અધિકારીએ બિરદાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.