Abtak Media Google News

દોઢ કિલો ચાંદી, જર્મન ધાતુના વાસણો સહિત કુલ રૂ.૬૨,૮૭૨ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડયો

ભાવનગર સહકારી હાટ પાસેથી મળેલી બાતમીને આધારે ઘરફોડ ચોરી કરનાર વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે દોઢ કિલો ચાંદી, જર્મન ધાતુના વાસણો સહિત કુલ રૂ.૬૨,૮૭૨ના મુદામાલ સાથે ઝડપી લીધો છે.

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકની શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા મળેલી સુચના અન્વયે ભાવનગર, એલ.સી.બી.  પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન ભાવનગર, ગધેડીયાપાસે રોડ ઉપર આવતાં સંયુકત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર સહકારી હાટ પાસે એક ઇસમ ઉભો છે. અને તેની પાસે એક શંકાસ્પદ કોથળો હોય અને તેમા ચોરાઉ ચિજ વસ્તુઓ  લઇને ઉભો છે.તેવી હકિકત મળતા તુરતજ હકિકત વાળી જગ્યાએ આવતા ઉપરોકત બાતમી વાળો  ઇસમ કોથળા સાથે ઉભેલ હોય જેથી તેને જેમનો તેમ પકડી નામ સરનામુ પુછતા વિજયભાઇ હિંમતભાઇ સોલંકી/દેવી પુજક (ઉ.૨૧રહે.ગધેડીયા મેદાન, રીલાયન્સ પેટ્રોલપંપની સામે, ભાવનગર. મુળ-ત્રાપજ ગામ, તા. તળાજા) વાળો હોવાનું જણાવેલ.અને ઇસમના હાથમા એક કાળા કલરનુ પ્લાસ્ટીકનુ ઝબલુ હોય  તેમાંથી  ચાંદીનો ઢાળીયો વજન ૧ કીલો ૪૬૦ મીલી ગ્રામ કી.રૂ ૬૦,૦૦૦/-, એક લોખંડનો ગણેશીયો,  સ્ટીલના ડબ્બા નંગ-૦૪, એક સ્ટીલનુ કુકર, જર્મન ધાતુનો ઘડો, જર્મન ધાતુનો પ્રાયમસ,  જર્મન ધાતુની થાળી, તેપલુ તથા જર્મન ધાતુનો ગ્લાસ વગેરે મળી આવ્યા છે. વધુ કાર્યવાહી અર્થે આરોપીને નિલમબાગ  પોલીસ સ્ટેશન ભાવનગર માં સોપી આપેલ છે.

આરોપીએ એકાદ માસ પહેલા મિલ્ટ્રી સોસાયટી બજરંગદાસ હોલની બાજુમા એક બંધ રહેણાક મકાનના તાળા તોડેલા ગુન્હો દાખલ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.