Abtak Media Google News

ભવનાથમાં શિવરાત્રીનાં મેળામાં કોટડાસાંગાણીનાં શખ્સ નકલી નોટ વટાવવા  જતા ઝડપાયો હતો : 2,69,પ00 જાલી નોટો છાપી હતી

ભવનાથમાં શિવરાત્રીનાં  મેળામાં સ્થાનીક  પોલીસે કોટડાસાંગાણી પંથકનાં શખ્સને 100 અને પ00 નાં દરની નકલી નોટ સાથે ઝડપી લીધો હતો.  જે ગુનામાં નાસતો ફરતો દ્વારકાનાં કોમ્પ્યુટર મીકેનીકલને  એસઓજીએ ઝડપી  લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વીગત મુજબ દેવભુમી દ્વારકા જીલ્લામાં ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા  એ.પી. નીતેશ પાંડેયે આપેલી સુચનાને પગલે એસઓજીનાં ઇન્ચાર્જ પીઆઇ પી.સી. સીંગરખીયા  સહીતનાં સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. ત્યારે  દ્વારકાનાં વણકરવાસમાં  રહેતો ભીખુ ઉર્ફે આદીત્ય રામજી રાઠોડ નામનો કોમ્પ્યુટર મીકેનીકલ નામનો શખ્સ જાલી  નોટનાં છાપવાનાં  ગુનામાં નાસતો ફરતો હોવાની અને પોતાનાં ઘરે આવ્યો હોવાની એએસઆઇ અશોકભાઇ  અને કોન્સ્ટેબલ જીવાભાઇને મળેલી બાતમીનાં આધારે દરોડો પાડી ભીખુ ઉર્ફે આદીત્ય રાઠોડની ધરપકડ કરી હતી. ઝડપાયેલ શખ્સે રૂ. ર69પ00 ની બનાવટી નોટો છાપવાનાં ગુનામાં જુનાગઢનાં   ભવનાથ  પોલીસ મથકનાં ચોપડે  સાડા પાંચ માસથી વોન્ટેડ હતો.  પોલીસે  જુનાગઢ પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.