Abtak Media Google News

પોલીસની હાજરીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી  ખેડૂતની હત્યા નિપજાવી’તી: 21 શખ્સો સામે ગુનો નોંધાયો’તો

ગ્રામ્ય એસઓજીએ જસદણ તાલુકાના ચીતલીયા ગામે છાપો મારી દોઢ વર્ષથી નાસ્તા ફરતા શખ્સને દબોચી લીધો

 

અબતક, રાજકોટ

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં દોઢ વર્ષથી નાસ્તા ફરતા ખીમા નાથા વાઢેર નામના  શખ્સને રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જસદણ તાલુકાના ચીતલીયા ગામેથી ઝડપી લીધો છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.30ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના 57 વર્ષના ગરાસીયા પ્રૌઢની હત્યા થઈ હતી.

 જ્યારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સહિત 21 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો.

રાજકોટ એસપી બલારામ મીણાએ લાંબા સમયથી નાસ્તા ફરતા શખ્સોને ઝડપી લેવા આપેલી સુચનાને પગલે એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એસ.એમ.રાણા અને જી.જે.ઝાલા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે મુળ રાજકોટ તાલુકાના ઠેબચડા ગામનો અને હાલ જસદણ તાલુકાના ચીતલીયા ગામે રહેતો ખીમા નાથા વાઢેર નામનો શખ્સ હત્યાના ગુનામાં દોઢેક વર્ષથી નાસ્તો ફરતો હોય અને ડુંગર વિસ્તારમાં છુપાયો હોવાની હેડ. કોન્સ જયવીરસિંહ રાણા અને ધર્મેન્દ્ર ચાવડા તેમજ રણજીતભાઈ ધાંધલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ખીમા નાથા વાઢેરને ઝડપી લઈ પુછપરછમાં તેણે દોઢેક વર્ષ પહેલા ઠેબચડા ગામે લગધીરસિંહ નવુભા જાડેજા નામના 57 વર્ષના ગરાસીયા પ્રૌઢની હત્યામાં સંડોવાયેલ હોવાની કબુલાત આપતા ગ્રામ્ય એસઓજીએ આરોપીની અટકાયત કરી વધુ તપાસ માટે આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કબજો લેવા તજવીજ હાથ ધરી છે.

તેમજ આ ગુનામાં સંડોવાયેલા અને વચ્ચગાળાના જામીન પર રહેલા અક્ષીત છાયા નામનો શખ્સ વોન્ટેડ છે તેમજ અન્ય એક આરોપી વોન્ટેડ દરમિયાન વિજ શોક લાગવાથી મૃત્યુ નિપજયું હતું.

આજી ડેમ પોલીસ મથકના ખીમા નાથા વાઢેરને કબજો લઈ ક્યાં ક્યાં આશરો લીધો હતો તેમજ તેને આર્થિક સહિતની મદદ કાણે પૂરી પાડી તે અંગે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.