વોર્ડ નંબર 6 માં સફાઈ અને વિકાસની સાથે સાથે કાનૂન અને વ્યવસ્થાની પણ અછત

વોર્ડ. ૬

નવા ભળેલા વિસ્તારનો વિકાસ નવી ટર્મમાં અગ્રતા રહેશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભાજપ કોર્પોરેટર દલશુખભાઈ જાગાણીએ જણાવ્યું હતું કે વોર્ડ નમ્બર ૬માં આજીડેમ અને માંડા વિસ્તર આ વોર્ડમાં ઉમેરાયા છે. અને એ વિસ્તારો અ વિકસિત છે.

આ વિસ્તમાં ભાજપના કોર્પોરેટર દ્વારા રોડ રસ્તા અને ડ્રેનેજના સૌથી વધારે કામો કરવામાં આવ્યા છે.

સમગ્ર કાર્યકાળ દરમિયાન સૌથી વધુ લોકોના પાણી અને રોડ રસ્તાના પ્રશ્નો આવતા હતા. જે અમે મોટા ભાગના હલ કરી નાખ્યા છે.

આવનાર સમયની ચૂંટણીમાં લોકો ભાજપ પર વિશ્વાસ રાખી જીતડશે અને છેલ્લી ટર્મની જેમ આવનારી ટર્મ પણ બધા કોર્પોરેટર તરીકે ભાજપ જ આવશે.

વોર્ડમાં નાના મોટા કામોજ બાકી છે અને કોઈ મેજર પ્રશ્ન બાકી નથી.

ભાજપના કોર્પોરેટરો બતાવે છે તેના કરતા વોર્ડની સ્થિતી અલગ જ છે

કોંગ્રેસ વોર્ડ પ્રમુખ ગોરધન ભાઈએ જણાવ્યું હતું કે

વર્ડ નંબર ૬માં તમામ ૪ કોર્પોરેટરો ભાજપના જ ચૂંટાય હતા. ત્યારે કોંગ્રેસના વર્ડ પ્રમુખે અબતક સાથે વત કરતા જણાવ્યું હતું કે અહીંની સ્થિતિ સાવ જુદી જ છે. અહીં કોઈપણ પ્રકારના વિકાસના કામો થયા નથી. ભાજપના કોર્પોરેટરો બોલે છે અલગ અને કરે છે અલગ. વોર્ડ નંબર ૬માં રોડ રસ્તા કે કોઈ પણ પ્રકારના કામો થયા નથી. કોર્પોરેટરની ૫ વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ છે. ત્યારે તેમના વિકાસ અનુલક્ષીને મળેલી ગ્રાન્ટ પાછી ગઈ છે. ગ્રાન્ટનો કોઈ ઉપયોગ કરવમાં આવ્યો નથી. આ વિસ્તારમાં સફાઈ, પાણી, રોડ રસ્તાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ એટલીજ છે. લોકો ભાજપના એકપણ કોર્પોરેટરને ઓળખતા પણ નથી. સાથેજ વોર્ડમાં કાયદો અને વ્યવસ્થા પણ ખાડે ગઈ છે. બરો બાર આવેલા આ વિસ્તારમાં અવાર નવાર ચોરી અને લૂંટના બનાવો બને છે. આવનાર ટર્મમાં કોંગ્રેસ આવશે આવશે તો સૌ પ્રથમ કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે.

વિસ્તારમાં સફાઈ અને વિકાસની સાથે સાથે કાનુન અને વ્યવસ્થાની પણ અછત

નાગરિકો સાથે વાત કરતા લોકોનું કહેવુ છે કે વોર્ડ નંબર૬માં  ૪ કોર્પોરેટરો ભાજપના છે. અમારા વિસ્તારમાં વિકાસના કામો એક પણ થયા નથી. રોડ રસ્તા, સફાઈના કોઈ કામો થયા નથી. કોર્પોરેટરો અમને ભૂલી ગયા છે તેવું લાગી રહ્યું છે. સોસાયટીથી મેઈન રસ્તા સુધી જવાના રસ્તામાં લુખ્ખા તત્વોનો ત્રાસ છે. મહિલાઓ અને દીકરીઓને મુખ્ય માર્ગ સુધી જવામાં બહુ મુશ્કેલી પડી રહી છે. અમારા વિસ્તારમાં ટ્રાફિકની પણ સમસ્યા છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવતું નથી. લોકો સ્માર્ટ સિટીમાં રહેતા હોવા છતાં અહીં સ્માર્ટ જેવું  કશું છેજ નહીં. લોકોમાં હાલ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ કીધું હતું કે આવનારી ટર્મમાં ભાજપના કોર્પોરેટરને ફરી લાવવા માંગતા નથી. આ વિસ્તારમાં લોકોનો મુખ્યપ્રશ્ન કાયદો અને વ્યવસ્થાનો છે. આ વિસ્તારમાં લોકો કાયદાકીય સહાય માટે રાહ જોઈ રહ્યા છે.