Abtak Media Google News

કોરોનાનો કહેર ઘટ્યો ત્યાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો : ડેંન્ગ્યૂ, મલેરિયા અને ચીકનગુનીયાને નાથવા ૪ હજારથી વધુ ઘરોમાં ફોંગીગ : ૯૩૭ આસામીઓન મચ્છરની ઉત્પતી સબબ નોટિસ

 

અબતક, રાજકોટ

શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો ત્યાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. છેલ્લા ૬ દિવસમાં રાજકોટમાં ડેંન્ગ્યૂના ૧૮ કેસો મળી આવતા કોર્પોરેશનમાં દોડધામ મચી જવા પામી છે. મલેરિયા અને ચીકનગુનીયાએ પણ ઉપાડો લીધા છે. મચ્છરજન્ય રોગચાળાને નાથવા તંત્ર સજ્જ બની ગયું છે.

ગત ૩૦ ઓગષ્ટથી ૪ સપ્ટેમ્બર સુધીના ૬ દિવસના સમયગાળામાં રાજકોટમાં ડેન્ગ્યૂના ૧૮ કેસ નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષેે ડેંન્ગ્યૂના કુલ ૫૭ કેસો નોંધાયા હોવાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ૬ દિવસમાં મલેરિયાના બે સહિત કુલ ૨૩ કેસ અને ચીકનગુનીયાના ૪ સહિત કુલ ૯ કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાને કોર્પોરેશન દ્વારા એક સપ્તાહમાં ૪૦૦૪ ઘરોમાં ફોંગીગ કરવામાં આવ્યું હતું. જ્યારે ૫૬,૩૯૦ ઘરોમાં પોરાનાશક કામગીરી હાથધરવામાં આવી હતી. મચ્છરની ઉત્પતી સબબ ૯૩૭ લોકોને નોટીસ ફટકારી રૂ ા.૨૦,૦૫૦નો દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો.

બાંધકામ સાઇટ, સ્કૂલ, હોટેલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ સહિત ૬૭૨ જગ્યાએ ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.