Abtak Media Google News

કોરોના મહામારી સામે વિશ્વ આખું લડી રહ્યું છે. કોવિડનો ઉદ્દભવ ચીને જ કર્યો હોવાના ઘણાં દાવાઓ થઈ રહ્યા છે. પરંતુ આ દાવાઓ હકીકત હોય તેમ ડ્રેગનએ જ કોરોનાને જન્મ આપ્યો તેવો વધુ એક ઘટસ્ફોટ થયો છે. કોરોના મહામારી આવ્યા પહેલાં જ એટલે કે વર્ષ 2015માં જ ચીની વૈજ્ઞાનિકોએ સાર્સ કોવ વાયરસને વિકસાવી દુનિયા પર જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવાનો તખ્તો ઘડી દીધો હોય તેવો લેખિત પુરાવો સામે આવ્યો છે. જેનાથી વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. એવા પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે શું કોરોના જ પરોક્ષ રીતે ત્રીજું વિશ્વયુદ્ધ કરાવશે ?? ચીને આ માટે બધી તૈયારી કરી લીધી છે ??

ચીનના વુહાનથી કોરોના વાયરસ દુનિયામાં ફેલાયો જેના પર હજુ પણ જાણકારો, નિષ્ણાંતો કોઈ નક્કર તારણ પર પહોંચી શક્યા નથી ત્યા ચીન અંગે થયેલા વધુ એક ખુલાસાથી દુનિયા સ્તબ્ધ છે.

2015માં ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા એક લેખિત દસ્તાવેજ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ચીની વૈજ્ઞાનિકો 2015માં કોરોના વાયરસને જેનેટિક હથિયારની જેમ ઉપયોગ કરવા પર વિચારી રહ્યા હતા. એનો મતલબ શું ચીન 5 વર્ષથી કોરોના પર મથી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ?? ચીનની લેબમાં કોરોના વાયરસ વિક્સિત થયો હોવાના તમામ દાવાઓને આ દસ્તાવેજે સમર્થન પૂરું પાડ્યું છે. અમેરિકી તપાસકર્તાઓને મળેલા આ દસ્તાવેજના આધારે દાવો થઈ રહ્યો છે કે ચીનના વૈજ્ઞાનિકો છેલ્લા 5 વર્ષથી કોરોના વાયરસ જેવા બાયોલોજિકલ અને જેનેટિક હથિયારોથી ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આ ચોંકાવનારા દસ્તાવેજમાં કહેવાયું છે કે ’યુદ્ધમાં જીત માટે આ (સાર્સ કોવ)મુખ્ય હથિયાર હશે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.