હરણના “અજગરી શિકાર”ના જુઓ લાઈવ દ્રશ્યો

જંગલી જાનવરો અને એમાં પણ અજગરના “અજગરી શિકાર”ને ક્યારેય લાઈવ જોયો છે..?? આજે અમે તમને એવા શિકારના લાઈવ દ્રશ્યો બતાવીશું….  રાજસ્થાનના બરન જિલ્લામાં એક વિશાળ અજગર હરણને પોતાનો શિકાર બનાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના આજરોજ સવારે બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક અજગર મોં ફાડીને હરણને ગળી રહ્યો છે.

5

આ ઘટના બારણ જિલ્લાના કિશનગંજ જંગલ વિસ્તારની છે જ્યાં લાલપુરા વાવેતરમાં અજગરે હરણને કેદ કરી લીધું હતું.

4

અજગરે હરણને પોતાનો શિકાર બનાવ્યો અને તેને આખી ગળી ગયો

3

હકીકતમાં, વનવિભાગના પુરુષોત્તમ શર્મા, જે વન વિસ્તારની ફરજ બજાવવા ગયા હતા, તેમણે અજગર દ્વારા હરણને પકડતા જોયા ત્યારે સ્તબ્ધ થઈ ગયા.

2

તેમણે તુરંત પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટના કેદ કરી.

 જ્યારે તેણે જોયું કે હરણ અજગરને સંપૂર્ણપણે ગળી ગયું છે, ત્યારે તેણે વિભાગના અન્ય અધિકારીઓને જાણ કરી.